ભાજપની નવી પ્રદેશ ચૂંટણી સમિતિમાં કયા કયા 13 સભ્યોનો થયો સમાવેશ ? કયા નેતાની થઈ બાદબાકી ?

ભાજપની નવી પ્રદેશ ચૂંટણી સમિતિમાં કયા કયા 13 સભ્યોનો થયો સમાવેશ ? કયા નેતાની થઈ બાદબાકી ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડમાં CR પાટીલ અને CM વિજય રૂપાણી, નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની બાદબાકી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં કુલ 13 સભ્યો છે. આ ઉપરાંત મંગુભાઈ પટેલ અને શંભુ પ્રસાદ ટુંડિયાની પણ બાદબાકી કરવામાં આવી છે. 

1. સીઆર પાટીલ (પ્રદેશ પ્રમુખ)
2. વિજય રૂપાણી (મુખ્યમંત્રી)
3. નીતિન પટેલ (Dy. CM)
4. પુરુષોત્તમ રૂપાલા
5. આરસી ફળદુ
6. ભુપેન્દ્રસિંહ ચૂડાસમા
7. જશવંતસિંહ ભાભોર
8. ભીખુભાઈ દલસાણિયા
9. રાજેશ ચૂડાસમા
10. કાનાજી ઠાકોર
11. સુરેન્દ્ર પટેલ
12. કિરીટ સોલંકી
13. પ્રદેશ પ્રમુખ, મહિલા મોરચો