Editorial National Politics

મોદી સરકારના ગેસ સબસિડીના આ નિર્ણયથી ગૃહિણીઓ ના ચહેરા પર આવી જશે ચમક

મો.ન્યુ.ફો.નેટવર્ક : મોદી સરકારે LPG ગેસ પર સબસિડી જાહેર કરી હતી, ત્યારે હવે સરકારી થિન્ક ટેંક નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) LPG સબસિડીને ‘કુકિંગ સબસિડી’માં બદલવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે, જેથી તેનો ફાયદો પાઈપ્ડ નેચરલ ગેસ અને જૈવ ઈંધણનો ઉપયોગ કરી રસોઈ બનાવનારા પરિવારોને પણ મળે.

જો કે આ અંગે નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે મીડિયાને જણાવ્યું હતુ કે, સબસિડી ખાવાનું રાંધવા માટે ઉપયોગ થતા તમામ પ્રકારના ઈંધણ પર મળવી જોઈએ. અત્યારે સરકાર LPG ઉપયોગ કરવા પર જ સબસિડી આપી રહી છે. કુમારે ઉમેર્યું હતુ કે, ‘નીતિ આયોગ LPG સબસિડીને બદલે કુકિંગ સબસિડી લાવવા પર વિચાર કરી રહ્યું છે.

LPG એક ખાસ પ્રૉડક્ટ છે, સબસિડી કુકિંગ માટે ઉપયોગમાં લેવાતી તમામ પ્રોડક્ટ/બળતણ પર હોવી જોઈએ. કારણ કે, કોઈ શહેરમાં PNGનો ઉપયોગ થાય છે તો તેને પણ સબસિડી મળવી જ જોઈએ.’ જો કે, LPG યૂઝર્સને મળી રહેલી સબસિડીને કારણે ગ્રામીણ વિસ્તારોમાં જૈવ ઈંધણ અને શહેરી વિસ્તામાં PNG જેવા સ્વચ્છ અને સસ્તા ઈંધણને ઓછા અપનાવી રહ્યાં છે.