Editorial Gujarat Politics Social Media News Trending

રૂપાણી સરકારના આ નિર્ણયની સોશ્યલ મીડિયામાં ઊડી રહી છે જોરદાર મજાક, જાણીને તમે પણ હસવા લાગશો

મો.ન્યુ.ફો.નેટવર્ક  :   ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સ્કૂલ કોલેજોમાં મીની વેકેશનની જાહેરાત કર્યા બાદ આ મુદે ભારે વિવાદ સર્જાયો છે,મોટા ભાગ ના લોકો સરકાર ના આ નિર્ણય નો વિરોધ કરી રહયા છે,તો બીજી બાજુ સોશ્યલ મીડિયામાં રૂપાણી સરકારની ભારે મજાક ઊડી રહી છે.

ઍક બાજુ પાણી પુરી પર પ્રતિબંધ મામલે જાત જાત ના સંદેશાઓ સોશ્યલ મીડિયામાં ફરતા હતાં ત્યાં બીજી બાજુ નવરાત્રિ વેકેશનની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં આ નિર્ણયની પણ મજાક ઉડાવતાં રસપ્રદ સંદેશા વાયરલ થયા છે,આ વાયરલ સંદેશાઓ દ્રારા ગુજરાત ની રૂપાણી સરકારની મજાક ઉડાવવામાં આવી રહી છે.સોશ્યલ મીડિયામાં ફની મેસેજ તેમજ પોસ્ટ દ્રારા આ રીતે લોકો મજાક ઉડાવી રહયા છે.

=>>  ‘વાત હતી ફી ઘટાડવાની પણ આ તો ભણવાના દિવસો જ ઘટાડી નાંખ્યા, વિકાસે તો ભારે કરી હો’.

=>>   ‘નવું આવ્યું- નવ દિવસ ગરબે રમશે ગુજરાત, નઈ ભણે તો ચાલશે ગુજરાત’

=>>    ‘હવે નાગ પાંચમથી પારણા નવમી સુધીની પણ રજા જાહેર કરી દો, જુગાર રમવા.. રમશે ગુજરાત, જીતશે ગુજરાત’

=>>  ‘હું ખાઈશ નહિ ખાવા દઈશ નહિ ની ભવ્ય સફળતા બાદ હવે હું ભણીશ નહિ ને ભણવા દઈશ નહિ..’

=>>  ‘નોરતામાં રજા આપી દીધી, બહુ સરસ, બસ હવે શ્રાવણમાં તીનપત્તી છૂટ આપી દો, ને રમવા માટે લોન પણ આપો તો આપણો મત ભાજપને.’

=>>  ‘હવે ન્યૂઝ પેપરની હેડલાઈન હશે, પાંચ મહિલાઓ પાણીપુરીની મહેફિલ માણતાં ઝડપાઈ.’

=>>   ‘આજે તો એક ડોક્ટર અને એક પાણીપુરી વાળો ભેટી ભેટીને રોયા’

=>>     રજા કરતાં સ્કુલ ની ફી ઓછી કરી નાખે તો વઘારે સારું કહેવાય

=>>       નવરાત્રી દરમિયાન રજા આપો છો તો શિયાળા મા ખેડૂતને 35 દિવસ દિવસે લાઇટ આપો જેથી કરીને ખેડૂત ને ઠંડીમાં રાહત મળે…

=>>    નવરાત્રીમાં નવ દિવસ રજા આપવા કરતા શાળા કોલેજમાં જ નવ દિવસ નવરાત્રીનો કંઈક કાર્યક્રમો રાખો જેથી વિધાર્થીઓ અને વાલીઓ ને પ્રોત્સાહન મળે અને દીકરીઓને આવારા તત્વો લુખ્ખા તત્વો ની બુરી નજર નો ભોગ ના બનવું પડે જન હિત માં જારી..

=>> ગણપતિ મહોત્સવ માટે પણ હવે 10 દિવસ ની રજા મંજુર કરી દો.