Editorial Gujarat Politics

CM રૂપાણીએ PM મોદીના વતન માટે કરેલી આ મહત્વની જાહેરાત વર્ષોથી અધ્ધરતાલ છે

મો.ન્યુ.ફો.નેટવર્ક :   PM મોદી દેશની જનતાને વિકાસના ચશ્મા પહેરાવી મોટી વોટ બેંક હાંસલ કરવામાં સફળ રહયા છે.ગુજરાત થી શરૂ થયેલ વિકાસ યાત્રાએ આજે મોદી ને CM માંથી PM સુધી પહોંચાડી દીધાં છે.પણ મોદી ના દિલ્હી ગમન બાદ રૂપાણી શાસનમાં મોદી ની ગુજરાત વિકાસ યાત્રા ને બ્રેક લાગી છે,એમાંયે CM રૂપાણી મુખ્યમંત્રીને બદલે જાહેરાત મંત્રી હોય એવી  પ્રતીતી કરાવતો કિસ્સો ખુદ PM ના વતન વડનગરમાં થી બહાર આવ્યો છે.

(મ્યુઝીયમ બનાવવા ની જાહેરાત કરાઈ હતી તેં સ્થળ )

સમય અગાઉ CM રૂપાણી એ PM મોદી ના વતન વડનગરમાં કરોડો ના ખર્ચે મ્યુઝીયમ બનાવવા ની જાહેરાત કરી હતી.પણ આજ સુધી તેમણે કરેલી જાહેરાત માત્ર રાજકીય જાહેરાત જ સાબીત થઈ રહી છે.

આ સંદર્ભે આ જ વિસ્તારના કૉંગ્રેસના મહિલા ધારાસભ્ય ડો.આશાબેન પટેલે જણાવ્યું હતુ કે ભાજ્પ ની રૂપાણી સરકાર માત્ર જાહેરાતો કરી ને લોકો ને ભરમાવે છે,જાહેરાતો કરી જનતાને મૂર્ખ બનાવે છે.

વડનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ અને પાલિકા નગર સેવક ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતુ કે વર્ષો વીતવા છતા જે જગ્યાએ મ્યુઝીયમ બનાવવા ની જાહેરાત કરી છે,એ જગ્યાએ વર્ષો પહેલા જ ભાજ્પ ના મંત્રી ખાત મુહૂર્ત કરી ગયા હતાં,પણ ત્યાર બાદ કોઈ પ્રગતિ જોવા મળી નથી.આ વર્ષે જીલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન પણ વડનગર ખાતે આ જ સ્થળે યોજાયો હતો,જ્યા મ્યુઝીયમ બનાવવાની જાહેરાત કરાઈ છે.જો કે  વર્ષો વીતવા છતાં પણ આજે મ્યુઝીયમ ના ખાત મુહૂર્ત બાદ કામગીરી હાથ નહીં ધરાતા સ્થાનિક લોકોમાં પણ રોષ ની લાગણી ભભૂકી રહી છે.