Gujarat Politics

ભાજપના પાટીદાર પ્રેમ પાછળની જાણો આ ખૌફનાક હકીકત.

સુના સો ચુના :   નારાજ નિતીન પટેલને ભાજપે નાણાખાતુ ફાળવી ભલે પાટીદાર પ્રેમ પ્રગટ કર્યો હોય પણ એ ભાજપની એક રણનીતિનો ભાગ જ હોવાનુ મનાય છે.ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નીતિન પટેલને ફોન કર્યો અને તેમને યોગ્ય ખાતા પરત આપવાની વાત કરી એટલે કે ભાજપે પાટીદાર સમાજનું સન્માન સાચવી લીધું છે.

તો બીજી તરફ જે રીતે પાટીદાર સમાજે આ મુદ્દે નીતિન પટેલનું સમર્થન કર્યું તેના બાદ નીતિન પટેલ રાજ્યમાં એક કદાવર પાટીદાર નેતા તરીકે ઉપસી આવ્યા છે. જેના લીધે આગામી દિવસોમાં ફરી એકવાર જયારે હવે પાટીદાર અનામત આંદોલન હાર્દિક પટેલના નેતુત્વમાં શરુ કરવામાં આવશે તે સમયે ભાજપ પાટીદારોને અન્યાય કરે અને તેમનું સન્માન નથી કરતો તે મુદ્દો વધુ ચાલી શકશે નહી.
આ ઉપરાંત ભાજપે શહીદોના નાંણાના મુદ્દે છુપી રીતે પાસના પૂર્વ કન્વીનરોને હાર્દિક પટેલની સામે ગોઠવી દીધા છે.ભાજપ યેન-કેન પ્રકારે પાટીદાર આંદોલન શાંત પાડવાના મરણિયા પ્રયાસો કરી રહ્યુ છે.કારણ કે જો 2019 સુધી આંદોલન વેગવંતુ રહેશે તો ભાજપને ભારે નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે !!!

આમ, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને શાંત પાડવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો હાઈવોલ્ટેજ પોલીટીકલ ડ્રામા ભાજપની રણનીતિનો એક હિસ્સો જ હોવાનુ ચર્ચાય છે.ભાજપનાો આ પાટીદાર પ્રેમ આંદોલનને શાંત પાડવાના એક ખૌફનાક ખેલથી વિશેષ કંઈ જ ન હોવાનુ મનાઈ રહ્યુ છે.

 

About the author

Editor

Add Comment

Click here to post a comment