Editorial Gujarat Patriotism Politics

72 મા સ્વાતંત્ર પર્વ નિમિતે CM રૂપાણીએ ગુજરાતીઓને આપી આ સૌથી મોટી ભેટ

મો.ન્યુ.ફો.નેટવર્ક :   72 મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે આજરોજ વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા પોલીસ પરેડ જવાહર ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં હેલિકોપ્ટર મારફતે પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. ધ્વજવંદન કર્યા બાદ મુખ્યપ્રધાને ગુજરાતની જનતા જોગ ઉદબોધન કર્યુ હતુ. CM રૂપાણીએ પોતાના ઉદબોધનની શરૂઆત સુરેન્દ્રનગરના વીર પુરુષને યાદ કરીને કરે.ત્યાર બાદ રૂપાણી એ ગુજરાત સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

આ ઉપરાંત રૂપાણી એ ઍક ખાસ જાહેરાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે હવે લગ્નની જાન માટે હવે ST બસ નજીવા ભાવે ભાડે મળશે. 1200 ના ભાવથી જાન માટે ST બસ ભાડે મળશે એવી જાહેરાત કરી હતી.

CM રૂપાણી એ સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા પોલીસ પરેડ જવાહર ગ્રાઉન્ડ ખાતેથી ધ્વજ ફરકાવીને 72માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલી સહીત રાજ્યના વિવિધ પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા.