Editorial National

રેલવેમાં મુસાફરી કરનારાઓ માટે આવી સૌથી મોટી ખુશ ખબર,હવે ટ્રેનની નઈ કરવીપડે વેઇટ

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાલના ડિજિટલ યુગ માં વોટ્સએપ સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ છે. ત્યારે ભારતીય રેેલ્વેેેએ વોટ્સએપ દ્વારા લાઈવ સ્ટેટસ જાણવા માટે MakeMyTrip સાથે ભાગીદારી કરી છે.આ સર્વિસમાં યાત્રી વોટ્સએપ દ્વારા રિક્વેસ્ટ મોકલીને ટ્રેનનો સમય, બુકિંગ સ્ટેટસ કેન્સલેશન, પ્લેટફોર્મ નંબર વગેરેની જાણકારી મેળવી શકાશે.

જ્યારે પણ યાત્રીને ટ્રેન અપડેટની આવશ્યકતા હોય ત્યારે વોટ્સએપ નંબર…. 73493 89104 ઉપર ટ્રેન નંબર વોટ્સએપ કરવાનો રહેશે. જેથી મુસાફરોને ટ્રેનની તમામ ડિટેઈલ મળી જશે.વોટ્સએપ નંબર પર ટ્રેન નંબર મોકલ્યા પછી જો મેસેજ પર બે બ્લૂ ટિક જોવા મળે તો તમારો મેસેજ સફળતાપૂર્વક ડિલીવર થઈ ગયો છે તેમ માનવું

આ ઉપરાંત જો તમે ટિકિટ કેન્સલ કરવા ઈચ્છો છો તો ચાર કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવી શકો છો. RAC અથવા વેઈટિંગ કાઉન્ટર ટિકિટ અથવા ઓનલાઈન ટિકિટને રદ કરવા માટે તમને મુસાફરીની 30 મિનિટ પહેલાનો સમય મળશે. કાઉન્ટરથી બુક થયેલી ટિકિટની રિફંડ અમાઉન્ટ નજીકના PRS કાઉન્ટરથી જ મળશે.

વળી,રદ થયેલી ટિકિટનું નામ, પીએનઆર નંબર, સીટ અથવા બર્થની જાણકારી, રિફંડ અમાઉન્ટની જાણકારી તમને IRCTCની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ રહેશે. કાઉન્ટર ટિકિટને ઓનલાઈન કેન્સલ કરાવ્યા પછી તમને આ જાણકારી મળી જશે. ઓનલાઈન ટિકિટના રિફંડની ડિટેઈલ્સ તમને IRCTC એકાઉન્ટમાં ઉપલબ્ધ હશે.