Editorial Gujarat Personality Politics

ગુજરાત ભાજ્પના આ મહિલા મંત્રીએ કર્યું કંઇક એવું કે જેથી આખો પક્ષ શરમ જનક સ્થિતિમાં મુકાઈ ગયો

મો.ન્યુ.ફો.નેટવર્ક : મહિલા બાળ કલ્યાણ મંત્રી અને રાજય કક્ષાના શિક્ષણ પ્રધાન વિભાવરી બેન દવે છેલ્લાં ઘણા સમય થી વિવાદોમાં સપડાયેલા છે,જેને લઇને સમગ્ર ભાજ્પ પક્ષ બદનામ થઈ રહ્યો છે.ખાનગી શાળાઓ ને સારી ગણાવવી,આડેધડ નવરાત્રિ વેકેશન જાહેર કરી આ મહિલા મંત્રીએ ભાજ્પ પક્ષ ને મુશ્કેલીમાં મુકવામાં કઈ બાકી રાખ્યું નથી, ત્યારે સ્વાતંત્રતા દિવસે આ મહિલા મંત્રીએ એવું કર્યું કે જેને લઇ આખું ગુજરાત ભાજ્પ શરમ જનક સ્થિતિમાં મુકાઈ ગયુ છે.

રૂપાણી મંત્રી મંડળ મા જેને રાજય કક્ષાના  શિક્ષણ પ્રધાન બનાવ્યા છે,એ કેટલા મૂર્ખ છે,એ મૂર્ખતા નું પ્રદર્શન તેમણે 15 મી ઓગષ્ટે જાહેરમાં કર્યું હતુ.સાબરકાંઠા ના ખેડબ્રહ્મા ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્રદિન ની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે  વિભાવરી બેન દવે એ ધ્વજ વંદન કરી ડાબા હાથે સલામી આપતાં ઉપસ્થિત સૌ કોઈ ડઘાઈ ગયા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે આવા કેટલાંક મંત્રીઓ દ્રારા શિક્ષકો ના જનરલ નોલેજ ને લઇ સવાલ ઉઠાવવા મા આવે છે,ત્યારે જોવું એ રહ્યુ કે આ મહિલા મંત્રીનુ નોલેજ તો ઍક પ્રાથમિક કક્ષા ના વિદ્યાર્થી થી પણ ઓછું હશે એ ડાબા હાથે સલામી આપીને તેમણે સાબીત કરી નાખ્યું હતુ. ઉપસ્થિત સૌ કોઈ તેમજ આ ઘટના અંગે જાણનાર સૌ કોઈ માં એ ચર્ચા ચાલી રહી છે કે ભાજ્પ આવા મંત્રીઓ સામે પગલાં ક્યારે ભરશે ? પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે પગલાં ભરનાર ભાજ્પ તેનાં મંત્રીઓ સામે પગલાં ભરતા કેમ ડરે છે ?