Editorial National Politics

ભાજ્પ ના આ નેતાએ આદિવાસીઓને અપાતા તમામ સરકારી લાભ બંધ કરવા કરી માંગ

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગત અઠવાડિયે ઝારખંડમાં ફ્રિડમ ઓફ રિલીજિયન એક્ટ અંતર્ગત 16 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો પર આક્ષેપ છે કે, તેઓ સ્થાનિક લોકોનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હતા.

પોલીસે એવો દાવો કર્યો હતો કે, જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓ ખ્રિસ્તી સંગઠનો સાથે જોડાયેલા છે. પોલીસે એમ પણ કહ્યુ કે, તેમને ધાર્મિક સાહિત્ય પણ હાથ લાગ્યુ હતું.આ ઘટના પછી ઝારખંડના બસ્તરના ભાજ્પ ના MP દિનેશ કશ્યપે જણાવ્યુ કે, જે આદિવાસીઓ ધર્મ પરિવર્તન કરે છે તેમને સરકારી લાભો અને સવલતો આપવી જોઇએ નહીં”

મધ્યપ્રદેશમાં યોજાયેલી એક રેલીને સંબોધન કરતા Bjp MP કશ્યપ એ જણાવ્યું હતુ કે, ધર્માંતરણ એ એક મોટો પ્રશ્ન છે. જે આદિવાસીઓએ ધર્મ પરિવર્તન કર્યુ છે તેમને સરકારી લાભો આપવા ન જોઇએ.

જો કે, આમ કહ્યા પછી તરત જ તેમણે ચોખવટ કરી હતી કે, આ તેમનું વ્યક્તિગત નિવેદન હતું. હું આવુ વિચારુ છુ અને કહુ છે કે, ધર્માંતરણ કરનાર આદિવાસીઓને કોઇ સરકારી લાભો ન આપવા જોઇએ અને તેનુ પાલન થવુ જોઇએ. જો આમ કરવામાં આવશે, ધર્માંતરણ અટકશે.”