Editorial Gujarat Politics

આ ઍક રિપોર્ટથી ખુલી ગઇ રૂપાણી સરકાર ના સુશાસનની પોલ, જાણીને લાગશે આંચકો

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાતમાં ભાજ્પ ની રૂપાણી સરકાર અવાર નવાર પોતાના ભાષણો માં સુશાસન ના દાવા કરતી રહે છે,પણ તાજેતરમાં PAI ના ઍક અહેવાલ થી રૂપાણી સરકારના સુશાસન ના દવાઓની પોલ ખુલી ગઇ છે. સુશાસન ને લઈ
PAI (પબ્લિક અફેયર ઇન્ડેક્સ) દ્રારા જાહેર કરાયેલ યાદીમાં ગુજરાતની દેશના 30 રાજ્યોમાં છઠ્ઠા ક્રમે છે.જ્યારે કેરળ પ્રથમ ક્રમે રહ્યુ છે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2018ના ગવર્નેસ ઇન્ડેક્સ ક્રમ અને રાજ્ય અનુસાર ટોપ ટેન રાજ્યોમાં પ્રથમ ક્રમે કેરળ, બીજા ક્રમે તમિલનાડુ, ત્રીજા ક્રમે તેલંગણા છે,તો છેક છઠ્ઠા ક્રમે ગુજરાત છે, જ્યારે CM યોગીનું ઉત્તર પ્રદેશ 25માં ક્રમે અને સૌથી છેલ્લા 30મા ક્રમે બિહારનો સમાવેશ થાય છે.

જો કે,આ યાદીમાં ગુજરાત 2016માં સાતમાં ક્રમે હતું. જ્યારે વર્ષ 2017માં ત્રીજા સાથે હતું. જ્યારે 2018માં પાછું ગુજરાત છઠ્ઠા ક્રમે ધકેલાઈ જતાં માની શકાય કે એકવાર પુનઃ રૂપાણી સરકારની કામગીરી નબળી પડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએઆઇ દ્વારા ભારતના રાજ્યોના પ્રદર્શનનું આકલન કરવામાં આવે છે. આ યાદીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ વિકાસનો સપોર્ટ, સામાજીક સુરક્ષા, કાયદો-વ્યવસ્થા, મહિલાઓ-બાળકોની સ્થિતિનું આંકલન કરવામાં આવે છે.