Editorial National Politics

આ રાજ્યની સરકારે બેરોજગારોને દર મહિને 1000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનો લીધો નિર્ણય

મો.ન્યુ.ફો.નેટવર્ક : હાલમાં ભાજ્પ સરકાર ના શાસનમાં પણ દેશમાં બેરોજગારી નો આંક ઘટવાનું નામ નથી લેતો. ગુજરાત સહીત અનેક રાજ્યોમાં બેરોજગાર યુવાનોને લઇ અનેક સવાલો ખડા થઈ રહયા છે,ત્યારે આંધ્રપ્રદેશે બેરોજગાર યુવકો માટે મોટુ પગલું ભર્યું છે.

નવા નિર્ણય હેઠળ રાજ્યના બેરોજગાર યુવકોને દર મહિને રૂ. 1000નું ભથ્થુ મળશે. ગુરૂવારે રાજ્યની કેબિનેટમાં આની સાથે જોડાયેલો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

આ અંગે આંધ્રપ્રદેશના મંત્રી નારા લોકેસે ના જણાવ્યા મુજબ , 22 વર્ષથી 35 વર્ષથી વચ્ચેના બેરોજગાર એવા12 લાખ યુવાનો ને આ લાભ મળશે. સરકાર 20 હજાર પદો પર નોકરી બહાર પાડશે. જેમાં 9000 શિક્ષકના ખાલી પદ અને અન્ય વિભાગોમાં પડી રહેલા ખાલી પદો પર ભરતી કરવામાં આવશે.

ત્યારે મહત્વનો સવાલ એ છે કે ગુજરાતમાં પણ બેરોજગાર યુવાનોનો આંક ઘણો મોટો છે,તો શુ ગુજરાત સરકાર આંધ્ર ની જેમ યુવાનો ને માસિક બેરોજગારી પેન્શન આપશે ખરા ?