Editorial Gujarat National Politics Trending

મોદી સરકારના આ કેન્દ્રીય મંત્રીએ હાર્દિક પટેલ અને અનામત મુદ્દે નિવેદન આપી સર્જ્યો રાજકીય ભૂકંપ, જાણો શુ કહ્યુ ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : છેલ્લાં ઍક અઠવાડિયાથી ખેડુતો અને પાટીદાર અનામત મુદ્દે હાર્દિક પટેલે સરકાર સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, એમાંયે બે દીવસ થી જળ નો પણ ત્યાગ કર્યો છે,ત્યારે મોદી સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ પણ હાર્દિકની અનામત ની માંગ ને સમર્થન આપતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

મોદી સરકારના  કેન્દ્રિયમંત્રી રામદાસ આઠવલેએ હાર્દિકને સમર્થન આપતા જણાવ્યું કે પાટીદાર સમાજને 25 ટકા અનામત મળે તેવો કાયદો પાસ થવો જોઈએ અમે આરક્ષણ આપવાની ફેવરમાં અમે છીએ. હું પાટીદારોના સમર્થનમાં છુ. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતુ કે,હાર્દિક પટેલ મોદી સરકાર સાથે વાતચીત કરવા તૈયાર હોય તો હું મધ્યસ્થી કરવા માટે તૈયાર છું.

ઉલ્લેખનીય છે કે એકબાજુ ભાજ્પ ની રૂપાણી સરકાર પાટીદારો ને અનામત આપવાના મુદ્દે નનૈયો ભણી રહી છે,તો બીજી બાજુ મોદી સરકારના જ આ કેન્દ્રીય મંત્રી પાટીદારો ને અનામત આપવા મુદ્દે ખુલીને મેદાનમાં આવ્યા છે.એટલું જ નહીં રૂપાણી સરકારે હાર્દિક ના ઉપવાસ આંદોલન ને તોડી પાડવા મરણીયા પ્રયાસો કર્યા છે તો બીજી બાજુ મોદી સરકારના કેન્દ્રીય મંત્રીએ હાર્દિક પટેલના અનામત મુદ્દે ઉપવાસ નું સમર્થન કરતા રાજકીય માહોલ ગરમાય તેવી શક્યતાઓ છે.

Featured