Accident Gujarat

મહેસાણા-પાલનપુર હાઇવે પર ત્રણ ST બસ ધડાકા સાથે અથડાઈ : એક નું મોત, 20 ઘાયલ

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : મંગળવારે સમગ્ર રાજ્યમાં ક્યાંક ધૂળની ડમરીઓ ઉડી હતી તો વળી ગુજરાતના ૧૦ જેટલા જિલ્લાઓમાં કરા સાથે જોરદાર વરસાદ પડયો હતો, તો મહેસાણા જિલ્લામાં વાવાઝોડા ની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ખૂબ જ ઓછી વીજીસબીલીટી લીટીને કારણે કેટલીક જગ્યાએ હાઈવે ઉપર અકસ્માત થયાના કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા છે. ત્યારે ઊંઝા પાસે જ એક સાથે ત્રણ એસ.ટી.બસોના અકસ્માત થતા એકનું મોત અને ૨૦ જેટલા મુસાફરો ગંભીર થયા ના અહેવાલો પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝાના બ્રાહ્મણવાડા પાસે એસટી બસ અને જીપ ના ડાલા નો જોરદાર અકસ્માત થયો હતો, તો સાથે સાથે ઓછી વિઝિબિલિટી ને કારણે એક સાથે ત્રણ એસટી બસો ટકરાઇ હતી જેને પરિણામે એક વ્યક્તિનું મૃત્યુ અને 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે જોકે ઘાયલ થયેલા મુસાફરોને ઊંઝાની કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો વળી કેટલાક વધારે ગંભીર ઇજા પામેલા મુસાફરોને મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા હતા

મોર્નિંગ ન્યુઝ ફોક્સ દ્વારા ચાલકોને અનુરોધ કરવામાં આવે છે કે વાવાઝોડુ, ધૂળની ડમરીઓ, વરસાદી વાતાવરણ અને ઓછી વિઝિબિલિટી હોય ત્યારે વાહનોને ધીમી ગતિથી હંકારવા માં આવે તો અકસ્માતને ટાળી શકાય છે.

‘ગતિ મર્યાદા રાખો આજ, જીવન બચાવો કુટુંબ કાજ ‘