EDUCATION Gujarat

આજે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ, બોર્ડની આ વેબસાઈટ પરથી જોઇ શકાશે

મોર્નિંગ ન્યુઝ ફોક્સ,ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું આજે સવારે 9 વાગ્યે પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 8 વાગ્યે મૂકવામાં આવશે. બંને પરિણામોની જાહેરાત ગાંધીનગરમાં શિક્ષણમંત્રી દ્વારા સવારે 9 વાગ્યે કરવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને સેમેસ્ટર પધ્ધતિથી માર્ચ 2019માં લેવાયેલી પરીક્ષાનું આજે ગુરૂવારે સવારે પરિણામ જાહેર થશે. પરિણામ બાદ માર્કશીટ અને પ્રમાણપત્ર તથા ગુજરાત કોમને એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2019ની માર્કશીટનું જિલ્લામાં નિયત વિતરણ સ્થળો ખાતે આજે સવારે 10થી બપોરના 4 વાગ્ય સુધી થશે. રાજ્યની વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોના આચાર્યએ શાળાનું પરિણામ મુખત્યાર પત્ર રજૂ કરીને મેળવવાનું રહેશે. આ સિવાય અન્ય પરિક્ષાર્થીઓની ગુજકેટની માર્કશીટ ટપાલથી મોકલાશે.