Gujarat

ગાંધીનગર/ કડા-ગોઝારીયા રોડ પર વૃક્ષો ધરાશયી થતાં ટ્રાફિક ચક્કાજામ, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : હાલમાં સૌરાષ્ટ્રમાં બદલાયેલા વાતાવરણને કારણે ગાજવીજ અને કરા સાથે વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ બાદ ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણ બદલાયું છે, ત્યારે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ગાજવીજ શરૂ થઈ છે તો બીજી બાજુ ગાંધીનગર પંથકમાં વરસાદ પડયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે

તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો મુજબ ગાંધીનગર પંથકમાં આજે સાંજે તોફાની વાવાઝોડા સાથે વરસાદ પડયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેમાં કડા- ગોજારીયા રોડ વચ્ચે ભારે પવનને કારણે ચારથી પાંચ વૃક્ષો પડી ગયા હતા જેને પરિણામે રોડ પરથી પસાર થતાં વાહનો અટવાયા હતા. લોકોએ જાતે જ આ પડેલા વૃક્ષોને રોડ પરથી હટાવ્યા ત્યારબાદ જ વાહન વ્યવહાર શરૂ થયો હતો.

Tags