ઊંઝાના ઉનાવા પાસે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : 5 જેટલા મુસાફરો ઘાયલ, જુઓ વિડીયો

0
1039

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા :  ઊંઝા તાલુકાના ઉનાવા બસ સ્ટેન્ડ પાસે એસ્સાર પેટ્રોલ પંપ ની સામે આશરે 9 : 30 કલાકે એક એસ ટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારથી પાંચ મુસાફરોને ભારે ઈજાઓ પહોંચી હતી તેમજ અન્ય મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને મહેસાણા અને ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

એસ.ટી.બસ ના ડ્રાઇવર કંડકટર પાસેથી  પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આજે વહેલી સવારે 9:30 કલાકે અંબાજી-ગોંડલ એસ.ટી. બસ નંબર GJ-18 Z 5428 જ્યારે ઊંઝા તરફથી આવી રહી હતી અને ઉનાવા ગામમાં જવા માટે જ્યારે આ બસ દ્વારા ટર્ન લેવાયો તે સમયે મહેસાણા તરફથી પૂર ઝડપે આવી રહેલ એક ટ્રક નંબર GJ-02 XX 9678 એસટી બસને ટક્કર મારતા બસના વચ્ચેના ભાગનો ખુરદો બોલી ગયો હતો.

જેમાં આશરે ચારથી પાંચ પેસેન્જરોને ભારે ઈજાઓ પહોંચી હતી, તો અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા ઉનાવા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે મહેસાણા અને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઊંઝા ધારાસભ્ય કાર્યાલય દ્વારા પણ આ અંગે માહિતી મેળવવામાં આવી હતી.

એસટી બસ રાજકોટ ડિવિઝનના ગોંડલ ડેપો ની હતી જેમાં બસ ડ્રાઈવર તરીકે મુળજી પાલાભાઈ મકવાણા અને કંડકટર તરીકે સુરેન્દ્રસિંહ હતા જેમણે જણાવ્યું હતું કે અમારી બસ જ્યારે ઉનાવા તરફ ગામમાં ટર્ન લઇ રહી હતી તે સમયે સામેથી આવી રહેલ ટ્રક પૂરઝડપે અથડાઈ હતી ટ્રકનો ડ્રાઈવર અને કંડક્ટર પીધેલી હાલતમાં હોય તેવું લાગતું હતું અને અકસ્માત થતાં ની સાથે જ ટ્રકનો ડ્રાઈવર અને કંડક્ટર ભાગી છૂટયા હતા. બસમાં કુલ 24 પેસેન્જર હતા. જોકે આ અંગે ઊંઝા ડિવિઝનને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

જુઓ વિડીયો….