Editorial Gujarat Personality Politics

હાર્દિક પટેલને ઝટકો, 25 ઓગષ્ટના ઉપવાસ આંદોલન પહેલા જ PASS માં ભંગાણ ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : ગુજરાતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદાર અનામતના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે, જેમાં વધુ એક તબક્કો 25 ઓગસ્ટના રોજ શરૂ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે પાસ કન્વીનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આજદિન સુધી ઉપવાસના સ્થળ અંગે મંજૂરી ન આપતા હાર્દિક પટેલ અવઢવમાં મુકાઇ ગયો છે.

તો બીજી બાજુ દિલીપ સાબવા ગ્રુપના રાહુલ દેસાઈ,દિલીપ સાબવા, નિલેશ એરવાડીયા સહિત સૌરાષ્ટ્રના કેટલાક આગેવાનો દિલ્હી પહોંચ્યા છે.દિલ્હી પહોંચેલા પાસના આ નેતાઓ 22 ઓગસ્ટના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે એક દિવસના ધરણા અને પ્રતિક ઉપવાસ કરશે. પરંતુ દિલ્હીથી પરત ફર્યા બાદ પાસના આ આગેવાનો હાર્દિક પટેલ સાથે 25મીના ઉપવાસમાં જોડાશે નહીં.

આમ હાર્દિક પટેલ ના ઉપવાસ કાર્યક્રમ પહેલા જ પાસમાં વધુ એક ભંગાણ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે સાબવા ગ્રુપ પાટીદાર અનામત આંદોલનના અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. આમ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના નિર્ણય સામે પાસના જ કેટલાક કન્વીનરો વિરોધ કરી રહ્યા છે અને તેઓએ હાર્દિક સાથે ઉપવાસમાં નહીં જોડાવાનો નિર્ણય લઈ લીધો છે.