Gujarat

તિથલના દરિયામાં ઍક સાથે બે બાળકીઓ ડૂબી, એકનું મોત અને એકનો બચાવ, જુઓ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : વલસાડના તિથલ દરિયા કિનારે ચીખલીના થાલા ગામથી એક મુસ્લિમ પરિવાર સહેલગાહ માટે આવ્યો હતો જેમાં તિથલના દરિયા કિનારે તટ ઉપર આવેલા બીચના દાદર ઉપર બેસીને દરિયાના મોજામાં નવ વર્ષની દીકરી જાસ્મીન અને તેની બહેન સાહિન બીચ કિનારે આવેલા પથ્થર ઉપર બેસી દરિયાના પાણીમાં મોજ માણી રહ્યા હતા ત્યારે કેટલાક સ્થાનિકોએ તેમને ચેતવ્યા પણ હતા પરંતુ અચાનક આવેલા દરિયાના મોજાની થપાટમાં આ બંને બહેનો દરિયાની અંદર તણાઈ ગઈ હતી.

આ બંનેને તણાતી જોઈ નજીકમાં ઉભેલા તેમના પરિવારજનોએ બૂમાબૂમ કરતા તિથલના દરિયા કિનારે રહેતા કેટલાક સ્થાનિક યુવાનો દોડી આવ્યા હતા અને આ બંને ને બચાવવા માટે પોતાના જીવના જોખમે દરિયામાં છલાંગ લગાવી હતી જેમાં સાહિલ નામની યુવતીને સ્થાનિક યુવાનોએ બચાવીને કિનારે લઇ આવ્યા બાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યારે નવ વર્ષની યાસ્મીન ને 20 મિનિટની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી જેને સારવાર માટે લઇ જવાતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.