Editorial Gujarat Politics

વલસાડ ખાતેના કાર્યક્રમમાં રૂપાણી સરકારના બે મંત્રીઓએ આ રીતે કર્યું PM મોદીનું અપમાન

મો.ન્યુ.ફો.નેટવર્ક : આજે PM મોદી વતન માં વિવિધ કાર્યક્રમો મા વ્યસ્ત છે,ત્યારે આજે સૌ પ્રથમ વલસાડ ખાતે ના કાર્ય ક્રમ માં હાજરી આપી હતી,ત્યારે મોદી નું સ્વાગત જ્યારે મંચ પર થઈ રહ્યુ હતુ ત્યારે રૂપાણી સરકાર ના બે મંત્રીઓ બેસી રહયા હતાં.મુખ્ય મંત્રી સહીત ના બધા પ્રધાનો ઉભા થવા છતા બે મંત્રીઓ બેસી રહેતાં ઉપસ્થિત સૌ આ ઘટનાની ચર્ચા કરવા લાગ્યા હતાં.

મળતી માહીતી મુજબ આજે વલસાડ ખાતેના કાર્યક્રમ માં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરાયું હતું, ત્યારે સ્ટેજ પર બેઠેલા મુખ્યમંત્રી સહિત બધા ઊભા થયા હતા. જોકે, બે મંત્રીઓ ગણપત વસાવા અને પરબત પટેલે ઊભા થવાનું ટાળ્યું હતું.રૂપાણી સરકાર ના આ બે મંત્રીઓ ના વર્તન ને લઇને લોકોમાં તરેહ તરેહ ની ચર્ચાઓ થવા લાગી હતી.