ઊંઝા APMCના સેક્રેટરીએ ‘સેસ વિભાગ’માં ફરજ બજાવતા ક્લાર્ક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધવાની માંગ કરતાં ખળભળાટ

0
1478
* ઊંઝા APMC ના ક્લાર્ક સૌમિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ
* ઊંઝા APMC ના સેક્રેટરી વિષ્ણુ પટેલે ઊંઝા P. I. ને લખ્યો પત્ર
* ક્લાર્ક સૌમિલ પટેલે પોતાનો ખાનગી કેમેરો લગાવી ગોપનીય બાબતો રેકર્ડ કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ
મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :   એશિયાની સૌથી મોટી ઊંઝા APMC માં સેસ વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્ક દ્વારા પોતાનો ખાનગી કેમેરો લગાવી APMC વહીવટની ગોપનીય બાબતો રેકર્ડ કરી હોવાની ફરિયાદ APMC ના સેક્રેટરી વિષ્ણુ પટેલે ઊંઝા પોલીસ  ઇન્સ્પેક્ટરને કરતાં સમગ્ર કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ઊંઝા APMC મા સેસ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહેલ સૌમિલ પટેલ પોતાના ખર્ચે પોતાનો ખાનગી કેમેરો લગાવી વહીવટીય બાબતો રેકર્ડ કરતો રંગે હાથ ઝડપાઇ ગયો હતો.જેને લઈ ઊંઝા APMC ના સેક્રેટરી વિષ્ણુ પટેલે તેનો ખુલાસો માગતા તેનો સંતોષ કારક ખુલાસો મળેલ ન હતો.જેથી સેક્રેટરીએ ઊંઝા પોલીસને આ અંગે સૌમિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવા પત્ર લખ્યો છે.
પત્રમાં સેક્રેટરીએ જણાવ્યું છે કે બજાર સમિતિમાં સીસીટીવી કેમેરાઓની પૂરતી સગવડ હોવા છતાં પણ ક્લાર્ક સૌમિલ પટેલે પોતાનો ખાનગી કેમેરો લગાવેલ છે જેના પાછળ તેમનો ઈરાદો બજાર સમિતિના હિત વિરુદ્ધનો હોવાનું જણાય છે.ક્લાર્ક સૌમિલ પટેલ કેટલા સમયથી આ કેમેરો લગાવતો હતો અને કેટલો ડેટા રેકર્ડ કરેલ છે તે અંગે APMC ને માહિતી આપવા તૈયાર ન હોઈ સમિતિ સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધવા પત્રમાં પી.આઈ.ને જણાવાયું છે.