ઊંઝા APMC દિવાળી દરમ્યાન 12 થી 18 નવેમ્બર એક અઠવાડિયા માટે બંધ રહેશે

0
921

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા APMC એ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે ઊંઝાના જીરુ અને વરિયાળી ની સોડમ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશ સુધી પ્રસરી રહી છે. ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલના નેતૃત્વમાં ‘સાચું તોલ, રોકડા નાણાં’ નો સિદ્ધાંત સાર્થક થઇ રહ્યો છે. સામાજિક, ધાર્મિક તેમજ રચનાત્મક કાર્યક્રમો માં પણ ઊંઝા એપીએમસી નું મોટું યોગદાન રહ્યું છે.

આગામી 12 નવેમ્બર, 2020 થી 18 નવેમ્બર, 2020 સુધી સાત દિવસ માટે હરાજી સહિતના કામકાજથી અળગી રહી બંધ રહેશે

હવેે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાા છે ત્યારે દિવાળીના તહેવારોમાં દર વર્ષે ઊંઝા એપીએમસી એક અઠવાડિયા માટે હરાજી સહિતના કામકાજથી બંધ રહે છે ત્યારે આગામી 12 નવેમ્બર, 2020 થી 18 નવેમ્બર, 2020 સુધી સાત દિવસ માટે હરાજી સહિતના કામકાજથી અળગી રહી બંધ રહેશે. અત્રે નોંધનીય છે કે હાલમાં ઊંઝા એપીએમસીમાં જીરૂૂ, વરીયાળી ઈસબગોલ તથા તલની મુખ્ય આવકો ચાલુ છે.