ઊંઝા : આર.કે.ફાઉન્ડેશ આયોજિત ‘સેલ્ફી વિથ ગણેશા’ ના વિજેતાઓને ચેક અર્પણ કરાયા

0
742

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝાના આર.કે ફાઉન્ડેશન દ્વારા વિવિધ ઉત્સવોનું સેલિબ્રેશન અલગ અલગ રીતે કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે કોરોનાની મહામારી માં ગણેશ ઉત્સવનું આયોજન જાહેરમાં થઈ શકે તેમ ન હોઇ જે લોકો પોતાના ઘરે ગણપતિ બાપા નું સ્થાપન કર્યું હોય તેવા લોકો તેમની ગણેશજીની મૂર્તિ સાથે સેલ્ફી આર.કે ફાઉન્ડેશનને મોકલે. શ્રેષ્ઠ સેલ્ફીને ઇનામ આપવાની આર.કે.ફાઉન્ડેશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

આર.કે ફાઉન્ડેશન દ્વારા જાહેર કરાયેલ સેલ્ફી વિથ ગણેશા સ્પર્ધામાં ઘરે બનાવેલી કે રેડીમેડ ગણપતિજીની મૂર્તિ વાળી સેલ્ફી ના પ્રથમ વિજેતાને 2222/-, બીજા વિજેતાને 1111/- અને ત્રીજા વિજેતાને 555/- રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આર. કે. ફાઉન્ડેશન ઊંઝા આયોજીત ” સેલ્ફી વિથ ગણેશા ” સ્પર્ધાના વિજેતાઓને તા. ૬-૯-૨૦, રવિવારના રોજ ઈનામના ચેક સંસ્થાના સભ્યો દ્વારા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા એમ સંસ્થાના સ્થાપક હિતેશ પટેલ ( HH ) એ જણાવ્યું હતું.