ઊંઝા : નગરપાલિકા પ્રમુખ-ઉપ પ્રમુખ વચ્ચે શીતયુદ્ધ : 52 કરોડની ગ્રાન્ટનો દુરૂપયોગના આક્ષેપોથી ખળભળાટ

0
1704

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : હાલમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ઊંઝા નગર પાલિકાની મળેલી સાધારણ સભામાં 46 મુદ્દાઓના વિચાર વિમર્સ ને લઈને મામલો બરાબરનો ગરમાયો હતો. જેમાં સરકારી ગ્રાન્ટ નગરના તમામ વોર્ડ ના વિકાસ માટે ફાળવવાના બદલે કેટલાક ચોક્કસ વોર્ડ ના વિકાસ માટે જ ફાળવાઈ હોવાનો આક્ષેપ મુકાતા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ના બે જૂથો વચ્ચે શીતયુદ્ધ જેવો ઘાટ ઘડાયો હતો.

ઊંઝા નગરપાલિકાના કમિટીના ચેરમેને લક્ષ્ય ચંડી યજ્ઞ દરમિયાન વિકાસ કામો માટે ફાળવાયેલી બાવન કરોડની ગ્રાન્ટ માં પણ હલકી કક્ષાના કામ થયા હોવાનો આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો હતો.જેમાં રસ્તાના કામો માં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની બુમરાણ ઊઠી હતી. જેમાં થર્ડ પાર્ટી ચેકિંગ બાદ જ નાણાં ચૂકવવાની રજૂઆત કરાઇ હતી.

અત્રે નોંધનીય છે કે ઊંઝા નગરપાલિકા દ્વારા જે ટાઉનહોલ પ્રોજેક્ટને લઈને સળવળાટ ચાલી રહ્યો છે એમાં પણ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તો બીજી બાજુ જય વિજય સોસાયટી માં એક ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ માં પણ મુખ્યમંત્રીથી લઈને કલેકટર સુધી રજૂઆત કરવામાં આવી છે. હવે જો કલેકટરનો આદેશ આવે તો આ ગેરકાયદે બાંધકામ પણ પાલિકાએ મને-કમને તોડવું પડશે. આમ પાલિકા ની અંદર શાસક પક્ષમાં થઈ રહેલી ખેંચતાણ નવા સમીકરણો તરફ ઇશારો કરી જાય છે.