ઊંઝા : આંટા ક.પા.યુવા અગ્રણી ધમા મિલન રહસ્યમય રીત ગુમ થતાં ચકચાર : પોલીસ તપાસનો ધમધમાટ

0
1467
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   ઊંઝા આંટા કડવા પાટીદાર સમાજના યુવા અગ્રણી ધમાભાઇ રાયચંદભાઇ પટેલ ઉર્ફે ધમો મિલન ગુરુવારે સાંજે એકાએક ગુમ થતાં સમગ્ર કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.આ સમાચાર સમગ્ર નગરમાં ફેલાતાં તેમની ઓફિસ અને ઘરે લોકોના ટોળા ભેગા થયા હતા.
મળતી માહિતી મુજબ, ધમા મિલનના ગુમ થવા અંગે તેમના મોટા ભાઇ જીતેન્દ્ર પટેલે પોલીસમાં આપેલી અરજી મુજબ, ગુુરુવારે સવારે 9 વાગે નગરપાલિકાની બાજુમાં તેમનું નવું બની રહેલું મકાન જોવા ગયા ત્યારે સ્વસ્થ હતા અને બીજા દિવસે શુક્રવારે સવારે 10 વાગે ધર્મેન્દ્રભાઇની પત્ની જીજ્ઞાએ ફોન કરીને તમારા નાનાભાઇ ગઇકાલ રાતથી ઘરે આવ્યા નથી તેમ કહેતાં તેના ત્રણે નંબરો ઉપર ફોન કરતાં તમામ બંધ આવતા હતા. 
તેના તમામ મિત્રો અને ઊંઝા આજુબાજુ તપાસ કરતાં કોઇ માહિતી મળી નથી. પરંતુ તેનું જીજે 02 સીએમ 2728 નંબરનું એકટીવા ગંજબજારની પાછળ આવેલ વિસનગર પુલ ઉતરતા ડાબી બાજુની ગલીમાંથી ચાવી ભરેલી હાલતમાં મળી આવ્યું હતું. ધર્મેન્દ્ર ઉર્ફે ધમો પટેલ ગુમ થયાની જાણ થતાં જ સમાજના યુવાનો અને આગેવાનો તેની ઓફિસ અને ઘરે ભેગા થયા હતા.
ઘટનાની ગંભીરતાને પગલે ડીવાયએસપી એ.બી. વાળંદે ઊંઝા પીઆઈ જે.એસ. પટેલ અને સ્ટાફ સાથે અપહ્યત યુવાન ગુરુવારે રાત્રે છેલ્લે જ્યાંથી નીકળ્યા તે કેવલેશ્વર હેલ્થસેન્ટર તેમજ ઘટના સ્થળના આવન જાવનના તમામ માર્ગો ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક તેમજ સીડીઆર ચેક કર્યા હતા. ઘટના સ્થળની આસપાસ રહેતા લોકો અને રાહદારીઓની પણ પૂછપરછ કરી હતી.