ઊંઝાના MLA ડો.આશાબેન પટેલનો CM અને Dy. CMને પત્ર : વરસાદને લીધે નુકશાન થયેલ પાકનું ખેડૂતોને વળતર આપવા માંગ

0
1092
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   આ વખતે ઊંઝા તેમજ વડનગર પંથકમાં સો ટકા કરતાં પણ વધારે વરસાદ થયો છે ત્યારે વધુ વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે જેને પરિણામે ખેડૂતોનો મોટાભાગનો ૬૦થી ૭૦ ટકા પાક નુકસાન જવા પામ્યો છે જેને લઇને ઊંઝાના સરપંચ એસોસિએશન દ્વારા પણ આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નુકશાન પામેલ પાકનું વળતર આપવાની માંગ કરી હતી. ત્યારે ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો.આશાબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ પત્ર દ્વારા ખેડૂતોની લાગણી વ્યક્ત કરી છે.
                                                                               ડો.આશાબેને પત્રમાં લખ્યું છે કે, ૨૧ ઊંઝા વિધાનસભા મતવિસ્તારમાં વડનગર અને ઊંઝા તાલુકામાં ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તે જરૂરું છે.અત્રે નોંધનીય છે કે, ઊંઝા તાલુકામાં આ વખતે સો ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે જેને લીધે ખેડૂતોનો મોટાભાગનો કપાસ મગ તલ અડદ તેમજ શાકભાજી અને વરિયાળી સહિતનો મોટાભાગનો ૬૦થી ૭૦ ટકા પાક નિષ્ફળ ગયો છે ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ખેડૂત દેવાદાર બની ગયો છે જેને લઇ ઊંઝા તેમજ વડનગરના ખેડૂતોને પાક સર્વેના આધારે રાહત આપવાની ઊંઝાના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઇ છે.