ઊંઝા : APMC સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યાથી ચાલકો ત્રસ્ત : પૂર્વ શહેર યુવા ભાજપ પ્રમુખ દ્વારા રજૂઆત

0
693

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા એ કડવા પાટીદારોની કુળદેવી માં ઉમિયાનું ધામ છે. તેમજ વિશ્વ વિખ્યાત ઊંઝા APMC મંડી વેપાર ના કારણે આંતર રાજ્ય માંથી અનેક ટ્રકોની સતત અવર-જવર રહે છે.ઉપરાંત ઊંઝા એ 35 ગામડાઓનું મહત્વનું તાલુકા મથક છે જેથી દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર રહે છે વળી હાઈવેની બંને બાજુ સરકારી કચેરીઓ આવેલી હોઇ લોકોને અંડરબ્રિજમાં થઈને એપીએમસી સર્કલ તરફ આવવા જવાની ફરજ પડતી હોય છે ત્યારે સતત ચાલકોની અવરજવરને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

તો વળી તાજેતરમાં ઊંઝા હાઇવે (રાજ્ય ધોરી માર્ગ) પર નવીન ઓવરબ્રિજ નું (અંડર કન્સ્ટ્રક્શન) નું કાર્ય ચાલી રહ્યું છે. જેના થકી ઊંઝા શહેરનો મુખ્ય દ્વાર ઊંઝા અંડર બ્રીજ પરથી બહાર નીકળવા તેમજ આવવા માટે વર્તમાન સમયે ભારે ટ્રાફિક હાલાકી નો સામનો ચાલકોને કરવો પડે છે. ઊંઝા હાઇવે પોલીસ ચોકી પાસે APMC સર્કલ થી માત્ર 20 મીટરના નજીવા અંતરે છે. તેમ છતાં અહીં ટ્રાફિક સમસ્યા સર્જાય છે,ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠે એ સ્વાભાવિક છે.

આ બાબતે ઊંઝા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલે ઊંઝા P. I ને રજૂઆત કરી છે.ભાવેશ પટેલ જણાવે છે કે, એપીએમસી સર્કલથી ઊંઝા હાઈવે પોલીસ ચોકી માત્ર નજીવા અંતરે છે તોપણ અહીં ટ્રાફિકની સમસ્યા શા માટે વારંવાર સર્જાય છે? અંડરબ્રિજ માંથી જતા આવતા વાહનો અને મહેસાણા તેમજ પાલનપુર થી આવતા વાહનોના ટ્રાફિક સર્જાય છે.ત્યારે ટ્રાફિક નિયંત્રણ માટે શા માટે અહિયાં ટ્રાફિક પોલીસ જોવા મળતી નથી ? તેમણે એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ માત્ર અને માત્ર દંડ ઉઘરાવવામાં જ રસ દાખવે છે. ટ્રાફિક પોલીસનું મુખ્ય કાર્ય ટ્રાફિક નિયંત્રણ નું છે, માત્ર દંડ વસૂલવાનું  નહીં ? ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ.પટેલ આ બાબતે સકારાત્મક રહી કાયમ માટે અહીંયા ટ્રાફિક પોલીસ નિયુક્ત કરીને આ ટ્રાફિક સમસ્યાનો અંત લાવે એવી લાગણી સાથે માગણી છે.