ઊંઝા : MLA ડો.આશાબેન પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડની બેઠક મળી

0
530

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા ઉમિયા માતા મંદિર માં આજે ગુજરાત રાજ્ય યુવા બોર્ડની જિલ્લા ની એકદિવસની બેઠક મળી હતી જેમાં ઊંઝાના સક્રિય ધારાસભ્ય આશાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ગુજરાતના ખૂણે ખૂણે દરેક વર્ગના લોકો સુધી પહોંચે તે માટે યુવાનોને હાકલ કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાજ્ય અને દેશના છેવાડાના માનવી માટે અમલમાં મુકાયેલી પ્રજાલક્ષી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે ઊંઝાના શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા ડો. આશાબેન પટેલે યુવાનોને હાકલ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા મંત્રી નિલેશભાઈ, તાલુકા પ્રમુખ લક્ષમણભાઇ પટેલ તમેજ યુવા બોર્ડ ના જિલ્લા સંયોજક વિશાલભાઈ ગજ્જર અને જિલ્લા સહ સંયોજક રોનક સુથાર અને પિયુષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.