ઊંઝા : વરસાદ બાદ વહેલી સવારે છવાયું ગાઢ ધુમમ્સ, વિઝીબિલિટીમાં ઘટાડો, જુઓ વિડીયો

0
631

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા પંથકમાં ગઇકાલે વહેલી સવારે એકાએક ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આશરે એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડવાને પરિણામે ઠેરઠેર પાણી ભરાયા હતા. તો આજે બીજા દિવસે સોમવારની વહેલી સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું જેને પરિણામે વિઝિબિલિટી માં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

જુઓ વિડીયો….

ઊંઝામાં રવિવારે વરસેલા વરસાદના બીજા દિવસે આજે સોમવારે વહેલી સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું જેને પરિણામે વિઝિબિલિટી માં નોંધપાત્ર ઘટાડો થયો હતો, એટલું જ નહીં હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોને ગાઢ ધૂમમસનો સામનો કરવો પડ્યો હતો. રોડ ઉપર દૂર ન દેખાવાને પરિણામે લાઈટો ચાલુ રાખવાની વાહનચાલકોને ફરજ પડી હતી. અત્રે નોંધનીય છે કે ગઈકાલે ઊંઝા પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો જેને લઇ પંથકમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા અને ઊંઝા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા.