ઊંઝા : ખોડલધામ નરેશ પટેલની હાજરીમાં મળેલી ચિંતન બેઠકમાં ભાજપના એક પણ પાટીદાર દિગજ્જ નેતા ફરકયા નહિ, તર્ક-વિતર્ક શરૂ, નરેશ પટેલે શુ કહ્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : આજે ખોડલધામ નરેશ ઊંઝા ઉમિયા ધામ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે નરેશ પટેલે કડવા અને લેઉવા પાટીદાર સમાજને એક મંચ પર આવવા માટે આહ્વાન કર્યું હતું નરેશ પટેલે જણાવ્યું હતું કે હવે સાથે મળીને તમામ પ્રશ્નો હલ કરવા પડશે.ગુજરાતની GDP પાટીદાર સમાજે વધારી છે.

ઊંઝા ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજની બેઠક ઉમિયાધામ અને ખોડલધામના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા હતા.આ ઉપરાંત SPG, PAASના આગેવાનો બેઠકમાં હાજર હતા. કોંગ્રેસ MLA કિરીટ પટેલ પણ બેઠકમાં હાજર હતા.તો બીજી બાજુ DyCM સહિત ભાજપના પાટીદાર નેતાઓની ગેરહાજરીને લઈ અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.