ઊંઝા લાયન્સ કલબે માનવતા મહેકાવી : દિવાળી પર્વમાં ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોમાં ખુશીઓ વહેંચી

0
919

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા લાયન્સ કલબ દ્વારા પ્રસંગોને અનુરૂપ વિવિધ સામાજીક તેમજ રચનાત્મક કાર્યો પણ કરવામાં આવે છે. જોકે લાયન્સ ક્લબ એ સામાજિક શૈક્ષણિક અને રચનાત્મક કાર્યો સાથે જોડાયેલી છે. ત્યારે દિવાળીનું પર્વ આવતાની સાથે જ લાયન્સ ક્લબે માનવતા મહેકાવતું કાર્ય કર્યું હતું.

ઊંઝા લાયન્સ કલબ દ્વારા આજે દિવાળીના પર્વ નિમિત્તે ઊંઝાના સક્રિય અને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા  ડો. આશાબેન પટેલ  ની ઉપસ્થિતિમાં મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.લાયન્સ ક્લબના પ્રમુખ ઈન્દ્રાલ કોઠારી, મંત્રી રમણભાઈ સથવારા તેમજ લાયન્સ ક્લબના સભ્યો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં મીઠાઇ વિતરણ કરાયું હતું લાયન્સ ક્લબના માનવતા ભર્યા અભિગમથી ગરીબ પરિવારોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.