ઊંઝા : ધારાસભ્ય ડો.આશાબેન પટેલના હસ્તે ૩૩ સખી મંડળોને મહિલા સ્વ સહાયના ચેક અર્પણ કરાયા

0
939

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :   કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ ઊંઝા શહેર નો વિકાસ અટકે નહીં તે માટે સતત પ્રયત્નશીલ રહેનાર ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દ્વારા મહિલાઓ માટે પણ અસરકારક કામગીરી કરવામાં આવી છે. ડોક્ટર આશાબેન પટેલ હંમેશા મહિલા સશક્તિકરણના હિમાયતી રહ્યા છે પોતાના મત વિસ્તારની મહિલાઓ સ્વનિર્ભર બને તે માટે આશાબેન પટેલ દ્વારા અનેક રચનાત્મક કાર્યો કરવામાં આવ્યા છે.

તાજેતરમાં ઊંઝા ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન મંગલમ અંતર્ગત ઊંઝા તાલુકાના ૩૩ સખી મંડળોને આશરે ૩૩.૦૦ લાખની રકમ ઊંઝાના ધારાસભ્યશ્રી ડૉ. આશાબેન પટેલના અધ્યક્ષ સ્થાને મહિલા સ્વ સહાય અર્થે અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ડો. આશાબેન પટેલે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ” મહિલાઓ સશક્ત અને સ્વનિર્ભર બની રાષ્ટ્રના વિકાસમાં પોતાનું ઉત્તમ યોગદાન આપે તે જરૂરી છે.” સખી મંડળોની કામગીરી ને બિરદાવતા તેમણે કહ્યું હતું કે સખીમંડળ દ્વારા મહિલાઓ આજે પગભર બની છે.