ઊંઝા : MLA ડો.આશાબેન પટેલે પોતાના જન્મદિને 21 દિવ્યાંગ બાળકોને દસ વર્ષનું પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચ આપ્યું

0
2111

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે થોડો સમય પૂર્વે તેમની સૌરાષ્ટ્ યાત્રા દરમિયાન ભાજપના કાર્યકરોને તેમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ‘ સુકન્યા સમૃદ્ધિ યોજના’ હેઠળ દસ વર્ષથી નાની કન્યાઓના ખાતા ખોલાવવા માટે કે પછી ‘ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’ હેઠળ યથાશક્તિ વ્યક્તિઓનો વીમો ઉતરાવવા માટેની અપીલ કરી હતી જેથી કેન્દ્ર સરકારની યોજનાઓ દૂરના લોકો સુધી પહોંચી શકે.

ત્યારે સૌ પ્રથમ ઊંઝાના સૌથી સક્રિય ધારાસભ્ય ડો.આશાબેન પટેલે 21 દિવ્યાંગ બાળકોને 10 વર્ષ માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કવચ આપીને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની  અપીલને સાર્થક કરી છે તેમજ ગુજરાતના અન્ય ધારાસભ્યો અને સાંસદ સભ્યોને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે નવો રાહ ચીંધ્યો છે. 6 સપ્ટેમ્બરે જન્મદિવસ નિમિત્તે ડો.આશાબેને માનવ મંદિર (પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા) માં 21 દિવ્યાંગ બાળકોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૦ વર્ષ સુધીના પ્રીમિયમ ભરી તેમજ બાળકો સાથે પ્રાર્થના કરી, કેક કાપી તિથિ ભોજનનો અનેરો આનંદ લીધો હતો.