ઊંઝા MLA ડો.આશાબેન પટેલે કૃષિ સુધારા બિલ અંગે ખેડૂતોને જાગૃત કર્યા, બિલને ખેડૂતોનું મળ્યું સમર્થન

0
1064

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોના હિતમાં કૃષિ સુધારા બિલ પસાર કર્યુ હતું ત્યારે કોંગ્રેસ દ્વારા આ કૃષી સુધારા બિલ ને લઈને ખેડૂતોમાં ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતો આ ખોટી માન્યતાનો ભોગ ન બને તે માટે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે પોતાના મતવિસ્તારના તમામ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અને ખેડૂતોને કૃષિ સુધારા બિલ અંગેની સાચી સમજ આપી હતી.

ઊંઝા ધારાસભ્ય ડો. આશાબેન પટેલ સાથે મહેસાણા ના સાંસદ શારદાબેન પટેલ પણ જોડાયાં હતાં અને ખેડૂતોને કૃષિ સુધારા બિલ અંગેની સાચી માહિતી આપે હતી.

ડો. આશાબેન પટેલે પોતાના ઊંઝા વિધાનસભા વિસ્તારના તેમજ વડનગર વિસ્તારના ગામડાઓની મુલાકાત લઈને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ કૃષિ સુધારા બિલનો નિર્ણય ખેડૂતો માટે કેવી રીતે લાભકારક અને ફાયદાકારક બની રહેશે તેની સાચી સમજ આપી હતી. જો કે કૃષિ સુધારા બિલ અંગેની સાચી સમજ મેળવ્યા બાદ ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી.