ભાજપના કોઈ ધારાસભ્યએ ના કર્યું હોય એવું કામ ઊંઝાના ધારાસભ્યએ કરી બતાવ્યું, PM મોદી પણ જાણીને કરશે પ્રશંસા

0
1331

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  કેન્દ્રની મોદી સરકાર દ્વારા કૃષિ સુધારા બિલ પાસ કરવામાં આવ્યું છે ત્યારે આ બિલને લઈને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા હતા જેથી ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો દ્વારા પોતાના મતવિસ્તારમાં ખાટલા બેઠકો યોજીને ખેડૂતોને કૃષિ સુધારા બિલ વિશે સાચી સમજ આપવા ની કામગીરી હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડો. આશાબેન પટેલ તેમના ઊંઝા વિધાનસભા મતવિસ્તારના ઊંઝા અને વડનગર શહેરના કુલ મળી 55 કરતાં વધારે ગામડાઓમાં જઇને ખેડૂતોને કૃષિ સુધારા બિલ વિશેની સાચી સમજ આપી હતી.

ડો.આશાબેન પટેલે ગામેગામ જઇ ખેડૂતો સાથે બેઠકો યોજી ખેડૂતોને ખુશી સુધારા બિલ નો સાચો હેતુ સમજાવ્યો હતો અને આ બિલ ખેડૂતોના હિતમાં કેવી રીતે લાભકારક નીવડી શકે છે તે વિશેની સાચી સમજ આપી હતી. જોકે 55 ગામડાઓના તમામ ખેડૂતોનું કૃષિ સુધારા બિલને સમર્થન મળ્યું હતું. એટલું જ નહીં ઊંઝા શહેરમાં પણ કૃષિ સુધારા બિલના સમર્થનમાં ધારાસભ્ય ના નેતૃત્વમાં એક રેલીનું પણ આયોજન કરાયું હતું. મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ખેડૂતોનો મત જાણવાનો પ્રયત્ન કરાતા જાણવા મળ્યું હતું કે તમામ ખેડૂતો આ કૃષિ સુધારા બિલ વિશેની ડો.આશાબેને આપેલી સાચી સમજથી ખુશખુશાલ હતા અને આ બિલ સાચા અર્થમાં ખેડૂતોને આવક બમણી કરશે એવો વિશ્વાસ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.

મોર્નિંગ ન્યુઝ ફોકસ સાથેની વાતચીતમાં ડો. આશાબેન પટેલે જણાવ્યું હતું કે, ” ભારત એ ખેતીપ્રધાન દેશ છે. ભારતના અર્થતંત્રમાં ખેડૂત તેનું કેન્દ્રબિંદુ છે. જ્યાં સુધી ખેડૂતો સમૃદ્ધ નહિ બને ત્યાં સુધી ભારતનું અર્થતંત્ર મજબૂત નહી બની શકે. ભારતના ખેડૂતોને મજબૂત બનાવવા અને સમૃદ્ધ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા કૃષિ સુધારા બિલ અમલીય બનાવાયું છે.

આજે વિશ્વ હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે તે જોતા આવનાર સમયમાં ભારતની વસ્તીમાં પણ વધારો થશે જેમાં ખેડૂતોની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે, ત્યારે આપણી પાસે એવો કોઇ જાદુ નથી કે જમીન માં પણ વધારો કરી શકાય પરંતુ ખેડૂતોની ઉપજ અને તેને મળતા ભાવમાં ચોક્કસથી વધારો કરી શકાય છે. કૃષિ સુધારા બિલ અમલીય બનતા ખેડૂતોને તેમની ઉપજના મહત્તમ ભાવ પ્રાપ્ત થશે. કારણકે આ બિલ થી ખેડૂત આત્મનિર્ભર બનશે અને સ્વતંત્ર રીતે જયાંથી ઉપજનો ભાવ વધારે પ્રાપ્ત થાય ત્યાં પોતાનો માલ વેચી શકશે.”.