ઊંઝા નગરપાલિકાનું વોટર સપ્લાય બોર્ડનું બાકી લેણું અધધધ 13.86 કરોડ રૂપિયા !

ઊંઝા નગરપાલિકાનું વોટર સપ્લાય બોર્ડનું  બાકી લેણું અધધધ 13.86 કરોડ રૂપિયા !

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા નગરપાલિકા માં હાલમાં ભાજપનું શાસન છે. સમય અગાઉ આ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાતળી બહુમતીથી ચૂંટણી જીત્યું હતું. ત્યારે હાલમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ છે. જોકે ઊંઝા નગરપાલિકા ની આર્થિક સ્થિતિ ખુબ જ વિચાર કરતાં મૂકે તેવી છે કારણ કે સમય અગાઉ ઊંઝા નગરપાલિકામાંથી અપક્ષ તરીકે ચૂંટાયેલા નગરસેવક ભાવેશ પટેલે આરટીઆઈ દ્વારા માગેલી માહિતી માં ચોંકાવનારો ખુલાસો થયો છે.

ઊંઝા અપક્ષના નગરસેવક ભાવેશ પટેલે આરટીઆઈ દ્વારા માગેલી માહિતી માં એવી હકીકત સામે આવી છે કે ઊંઝા નગરપાલિકા નું ગુજરાત વોટર સપ્લાય બોર્ડનું બાકી લેણું 13,86,43,092 ₹ છે. નગરપાલિકાની આ બાકી લેણાંની રકમ નો આંકડો સાંભળી ને ગમે એવા ની આંખો પહોળી થઈ જાય કેટલી રકમ છે. ત્યારે હવે સવાલ એ પેદા થાય છે કે આટલું મોટું બાકી લેણું ધરાવતી ઊંઝા નગરપાલિકા આવકના સ્ત્રોત ઉભા કરવા માટે શા પગલાં ભરશે ?