ઊંઝા : પાટીલના સ્વાગત માટે ચાર કલાકથી તાપમાં માથે ઘડો મૂકી ઉભેલી બાળાઓનો કોઈએ ભાવ પણ ના પૂછ્યો ?

0
3761

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ગત શુક્રવારે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની યાત્રા સાડા નવ વાગ્યાના બદલે 11:00  વાગે ઊંઝાના શિહી મુકામે પહોંચી હતી. શિહી મુકામે ભાજપના દિગ્ગજ નેતાઓ તેમજ કાર્યકરોનો સી આર પાટીલ નું અભિવાદન કરવા માટે ભારે મેળાવડો જામ્યો હતો. જોકે પાટીલના સ્વાગત માટે સવારે આઠ વાગ્યાથી બાલિકાઓને માથે ઘડો લઈને ઉભી રાખવામાં આવી હતી, તો વળી સાંસ્કૃતિક રાજસ્થાની ગામઠી પહેરવેશમાં એક ગ્રુપને સવારથી જ દાંડિયા ના તાલ સાથે ઢોલ-નગારાના તાલે સી આર પાટીલ નું સ્વાગત કરવા ઉભું રખાયું હતું.

સી.આર.પાટીલ પાટણ થી ઊંઝા ના સિંહ ગામે પહોંચતા દોઢ કલાક મોડા પડ્યા….

સવારે આઠ વાગ્યાથી 11 વાગ્યા સુધી બાળાઓને તાપમાં માથે ઘડો લઈ પાટીલના સ્વાગત માટે ઉભી રાખવામાં આવી.

ત્યારે મીડિયા કવરેજ દરમિયાન જ્યારે સ્વાગત માટે ઊભેલી આ બાળાઓને પૂછવામાં આવ્યું કે કેટલા સમયથી તમે ઉભા છો તો બાળાઓએ જણાવ્યું હતું કે સવારે આઠ વાગ્યાથી સ્વાગત માટે તેમને ઊભા રાખવામાં આવ્યા હતા. જોકે ભાજપના પ્રદેશ પ્રમુખ પહેલીવાર ઊંઝામાં આવતા હોય ત્યારે તેમને આવકારવા નો ઉમંગ દરેક કાર્યકરને હોય એ સ્વાભાવિક છે પરંતુ જેને આ સ્વાગત સાથે કાંઈ લેવાદેવા નથી એવી બાળાઓને જ્યારે સવારે આઠ વાગ્યાથી માથે ઘડા મૂકી ઉભી રાખવામાં આવી હોય ત્યારે તેમને એનર્જી ટકાવી રાખવા માટે લીંબુપાણી કે ફૂડ પેકેટ જેવું કંઈક આપવું જરૂરી છે.

ચાર કલાક સુધી તાપમાં માથે ઘડો લઈને ઉભેલી બાળકોને પાણી સિવાય બીજું કાંઈ જ આપવામાં ન આવ્યું હોવાનું મીડિયાએ પૂછતા જાણવા મળ્યું હતું.

પરંતુ સ્વાગત માટે ઊભેલી આ બાળાઓને પૂછતા જાણવા મળ્યું હતું કે તેમને પાણી સિવાય બીજું કંઈ જ આપવામાં આવ્યું ન હતું. આમાં પાટીલના સ્વાગતમાં ઘેલા બનેલા આયોજકોએ જેમને સ્વાગત માટે ઢાલ બનાવી હતી એ બાળાઓની પૂછપરછ કરવાની પણ સભ્યતા પણ દાખવી ન હતી, ત્યારે સહજભાવે સવાલ થાય કે આ તે કેવી રાજકીય સ્વાગતની ઘેલછા ?