ઊંઝા : 35 ગામડાઓ વચ્ચે માત્ર 12 જ ગામસેવકો, 6 ની ઘટ : ખેડૂતોમાં રોષ

0
911

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : આ વખતે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદને પરિણામે વ્યાપક નુકશાન થયું છે.ઉત્તર ગુજરાતમાં ઊંઝા તાલુકામાં પણ સીઝનના સો ટકા કરતાં વધારે વરસાદને પરિણામે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડુત મિત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.બીજી બાજુ નુકસાનનો સર્વે કરવા માટેની જવાબદારી ગામ સવકોને સોંપવામાં આવી છે. ત્યારે ઊંઝા તાલુકામાં 35 ગામડાઓ વચ્ચે માત્ર 12 ગામ સેવકો જ હોવાનું જાણવા મળ્યું છે. 6 ગામ સેવકોની ઘટ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઊંઝા તાલુકામાં કુલ 35 ગામડાઓ છે. આ તાલુકો મોટા ભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. આ વખતે ભારે વરસાદને પરિણામે તાલુકામાં ૬૦ ટકા જેટલો પાક નિષ્ફળ જવાથી ખેડૂતો ની હાલત ભારે કફોડી બની ગઈ છે. ત્યારે નિષ્ફળ ગયેલ પાકની સર્વેની કામગીરી ગામસેવકો ને સોંપવામાં આવી છે પરંતુ 35 ગામ વચ્ચે માત્ર બાર ગામસેવક હોઇ પાક સર્વેની કામગીરીમાં વિલંબ થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. તો બીજું અહીં 6 જેટલા ગામસેવકો ની ઘટ છે. ત્યારે સરકાર દ્વારા આ ઘટ તાકીદે પૂર્ણ કરવામાં આવે જેથી ખેડૂતોને ખેતીલક્ષી યોજનાઓનો લાભ પણ સારી રીતે મળી રહે અને ખેડૂત લક્ષી કામગીરી કરવામાં સરળતા રહે.