ઊંઝા પોલીસ ઊંઘતી રહી અને મહેસાણા LCB એ 27.73 લાખના મુદ્દામાલ સાથે 3852 નંગ વિદેશી દારૂ ઝડપ્યો

0
994

મોર્નિંગ ન્યુઝ ફોકસ,મહેસાણા :  મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા જિલ્લામાં ચાલતી દારૂ જુગાર જેવી અસામાજીક બદીઓને ખુલ્લી પાડવામાં આવી રહી છે તેમ જ આવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરનારા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરાતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઊંઝા તાલુકામાં ચાલતા ગુજરાતના સૌથી મોટા રાશન કૌભાંડનો પર્દાફાશ કરનાર ભાવેશ રાઠોડ નીજ્યારથી મહેસાણા LCB પી.આઈ.તરીકે નિયુક્તિ થઈ છે ત્યારથી મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ ની કામગીરી ખૂબ જ તેજ બની ગઇ છે. જોકે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા અત્યાર સુધીમાં લાખો કરોડો રૂપિયાનો દારૂ અને જુગાર નો વેપલો પકડી પાડવામાં આવ્યો છે.

ત્યારે વધુ એક દારૂની હેરાફેરી કરતી સ્વીફટ કાર અને ટ્રક ને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઊંઝા પાસેથી ઝડપી લેવામાં આવી હતી. જેની વિગતો એવી છે કે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચને ખાનગી રાહે બાતમી મળતા ઊંઝા હાઇવે પર આવેલી થાળ હોટલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી.તે દરમ્યાન ખળીચાર રસ્તા  તરફથી એક ટ્રક નંબર RJ 19 GF 1007 મકાઈના કોથળાની આડ માં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરીને આવી રહી હતી જેનું પાયલોટિંગ એક swift ગાડી નંબર RJ 39 CA 0988 કરી રહી હતી.

પોલીસે બાતમીના આધારે આ swift ગાડી અને ટ્રક નું ચેકિંગ કર્યું હતું.જેમાં મકાઈના કોથળાની આડમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા માર્ક ની બોટલ નંગ 3852 કિંમત રૂપિયા 5,48,856/- તથા ટ્રક રૂપિયા 15,00,000/- તથા સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા 3,00,000/- મોબાઈલ નંગ 5 કિંમત રૂપિયા 41,000/- તથા મકાઈ ભરેલ કોથળા નંગ 510 કિંમત રૂપિયા 57,000/- રોકડ રકમ રૂપિયા 19,710/- મળી કુલ 27,73,266/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક જગદીશ તાજારામ ઉ.વ.35 તથા સ્વીફ્ટ કાર ચાલક અશોક મોતિરામ ઉ.વ.32 બંને રહે રાજસ્થાન ની અટકાયત કરી ઊંઝા પોલીસ સ્ટેશનમાં પ્રિહીબિશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.