ઊંઝા પોલીસે ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન 30 પેટી દારૂ ઝડપ્યો

0
11

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : હાલમાં lockdown ને પગલે ઊંઝા પોલીસ દ્વારા ઊંઝા વિસ્તારની વિવિધ ચેકપોસ્ટો તેમજ ઊંઝા શહેરના વિસ્તારોમાં જુદાજુદા રૂટ પર સઘન ચેકિંગ સઘન હાથ ધરવામાં આવી રહ્યું છે. થોડાક દિવસ પહેલા ઊંઝા પોલીસે એપીએમસી સર્કલ પાસેથી પણ એક કારમાંથી દારૂ ઝડપાયો હતો.

ત્યારે તાજેતરમાં ગત રાત્રિથી બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પાસે ઊંઝા પોલીસે વાહનોનું ચેકિંગ હાથ ધરેલ જેમાં ગત વહેલી સવારે સિધ્ધપુર તરફથી આવી રહેલ એક પિકઅપ ડાલા નંબર GJ 27 X 6608 માંથી પરપ્રાંતીય દારુ તેમજ બિયરની 30 નંગ પેટીઓ માંથી 1116 નંગ બોટલો તથા બિયર ટીન નો કુલ 1,40,400 ની કિંમતનો દારૂ ઝડપાયો હતો.

ઊંઝા પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ રાઠોડના જણાવ્યા મુજબ ઊંઝા પોલીસ દ્વારા બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું ત્યારે આજે વહેલી સવારે ચેકિંગ દરમિયાન વાહનોની લાંબી લાઇનો લાગેલી હોય સઘન ચેકિંગ હાથ ધરતા એક જીપ ડાલા નંબર GJ 27 X 6608 બિનવારસી હાલતમાં માલુમ પડતાં તેમાં તપાસ દરમિયાન જીરા વરીયાળી ના ભુસાના કોથળા વચ્ચે કાગળના પૂંઠાઓના બોક્સ જોવા મળેલ જેથી પોલીસને શંકા ગઇ હતી.

જેથી ચેકીંગ કરનાર પોલીસ જવાનો દ્વારા જીરા વરીયાળીના કોથળાઓ હટાવતા તેમાં કોથળાઓની વચ્ચે ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂ તેમજ બિયર ટીન ની 30 જેટલી પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ કિંમત રૂપિયા 1,40,400 તથા જીપ ડાલો કિંમત રૂપિયા 1,50,000 મળી કુલ 2,90,400 નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર જીપ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.