ઊંઝા : મહેરવાડા ગામ અને રાવત સમાજનું ગૌરવ : શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર ડો.રાકેશ રાવતનું ગ્રામજનો દ્રારા ભવ્ય સન્માન કરાયુ

0
1239

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના મદદનીશ શિક્ષક ડો. રાકેશ રાવત કે જેઓ ઉત્તર ગુજરાતના ઊંઝા તાલુકાના મહેરવાડા ગામના વતની છે તેમને આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત થયો છે જેને લઇ સમગ્ર પંથકમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. તેમની આ સિદ્ધિ બદલ વતન મહેરવાડા ગામના રાવત સમાજના લોકો દ્રારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તેમના પરિવારજનો સગા સંબંધીઓ અને રાવત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ રાકેશભાઈ રાવત ના પિતા ડાહ્યાભાઈ અને માતા ગંગાબેન એ ગામેગામ સાવરણીઓ વેચીને પણ પોતાના પુત્રમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું અને તેમને ભણાવ્યા. રાકેશભાઈ એ પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી માંથી રાજેશ મકવાણા ના માર્ગદર્શનમાં એમ.ફીલ, પી.એચ.ડી, નેટ જેવી ડીગ્રી હાંસલ કરી.ડો. રાજેશ મકવાણા અને ડો મંજુબેન જેવા સાક્ષર દંપતીનો પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન તેમને સતત મળતું રહ્યું. રાકેશ રાવત S.T.T.I., G.S.E.B., GCERT, SSA ગાંધીનગર દીવ દમણ અને સેલવાસમાં વગેરે સ્થળોએ તજજ્ઞ તરીકે ગુજરાતી ભાષાના શિક્ષકોને તાલીમ આપી છે એટલું જ નહીં તેમણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, બાયસેગ, ભાષા નિયામકની કચેરી વગેરે ક્ષેત્રે પોતાની સેવાઓ આપી છે.

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તેમના પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. વર્ગખંડમાં અનેક પ્રવૃત્તિ કરીને ઉત્તમ બાળકો નું નિર્માણ તેમના હાથે થયું છે. હાલ સંત સાહિત્ય અને લોકસાહિત્યના સંશોધન કાર્યમાં પ્રવૃત છે. ડો. રાકેશ રાવત એ આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તે બદલ ડૉ.મહેન્દ્ર ન્યાય અને મિત્ર વરિયા કૃણાલ, રાણા રોબર્ટ ચૌહાણ યુવરાજ ચૌહાણ નિતીન ઝાલા ડોક્ટર વિજય નાડિયા અરવિંદ પ્રજાપતિ તેમજ અન્ય મિત્રોએ તેમને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી છે.