ઊંઝા : પાક નિષ્ફળ જતાં સર્વે કરી સહાય માટે મામલતદારને આવેદન : સરકારને ચીમકી

0
719

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  આ વખતે ઊંઝા તાલુકા માં સો ટકા કરતાં પણ વધારે વરસાદ થયો છે ત્યારે વધુ વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે જેને પરિણામે ખેડૂતોનો મોટાભાગનો ૬૦થી ૭૦ ટકા પાક નુકસાન જવા પામ્યો છે જેને લઇને ઊંઝાના સરપંચ એસોસિએશન દ્વારા ખેડૂતો વતી આજે ઊંઝા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને નુકશાન પામેલ પાકનું સર્વે કરી વળતર આપવાની માંગ કરી હતી.

સરપંચ એસોસિયેશનના પ્રમુખ એ શું કહ્યું ? સાંભળો વિડિયો

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા તાલુકામાં આ વખતે સો ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે જેને લીધે ખેડૂતોનો મોટાભાગનો કપાસ, મગ, તલ, અડદ તેમજ શાકભાજી અને વરિયાળી સહિતનો મોટાભાગનો ૬૦થી ૭૦ ટકા પાક નિષ્ફળ ગયો છે. ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ખેડૂત દેવાદાર બની ગયો છે જેને લઇ ઊંઝા તાલુકાના સરપંચો દ્વારા આવેદનપત્ર આપીને માગણી કરવામાં આવી છે કે સરકારે એક હેક્ટરે રૂપિયા ૨૫ હજારની ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે ત્યારે ઊંઝા તાલુકાના ખેડૂતોને પણ તેનો એક સરખો લાભ મળવો જોઇએ.

ઊંઝા મામલતદારે શું કહ્યું ? સાંભળો વિડિયો

ઊંઝા તાલુકાના સરપંચ એસોસિયેશન દ્વારા આવેદનપત્ર આપીને દસ દિવસમાં નિષ્ફળ ગયેલા પાકની સરવેની કામગીરી શરૂ કરી સહાય ચુકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. સાથે સાથે એવી ચીમકી પણ આપી છે કે જો સરકાર સરપંચોની ખેડૂતો વતી થી આ માંગને ધ્યાનમાં નહીં લે તો છેવટે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે.