કોરોનાની એન્ટ્રી થતાં ઊંઝા તાલુકામાં ખળભળાટ : એપીએમસી ઊંઝાએ લીધો મહત્વનો નિર્ણય

0
1567

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : કોરોનાનો કહેર હવે મહેસાણા જિલ્લામાં પણ પ્રસરી રહ્યો છે. એકસાથે મહેસાણા જિલ્લામાં ૨૧ કોરોના કેસ આવતાં સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે તેમજ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જોકે ઊંઝા તાલુકા માં ઉનાવા ગામમાં પણ એક પોઝિટિવ કેસ આવતા ઊંઝા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. મહેસાણા જિલ્લામાં ૨૧ કોરોના પોઝિટિવ કેસ આવતાની સાથે જ ઓરેન્જ ઝોનમાં આવેલ મહેસાણા જિલ્લો હવે રેડ ઝોનમાં મુકાય તો નવાઈ નહી !

મહેસાણાના ઉંઝામાં એક પણ કોરોના કેસ ન હતો પરંતુ ગઈકાલે મહેસાણા જિલ્લાના 21 કોરોના પોઝિટિવ કેસ માં ઊંઝા તાલુકાના ઉનાવા ગામ નો એક કોરોના પોઝિટિવ દર્દી આવ્યો છે.ઉનાવાના આ એક પોઝિટિવ કેસ સિવાય ઊંઝા તાલુકા માં બીજો અન્ય કોઈ પોઝિટિવ કેસ નથી એમ ઊંઝા મામલતદારે જણાવ્યું હતું. જોકે ઊંઝામાં એક કેસ આવતાંની સાથે જ તંત્ર પણ ખૂબ જ સતર્ક બની ગયું છે. ઊંઝા પોલીસ તંત્ર દ્વારા પણ કડક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસ ના માધ્યમથી જણાવ્યું છે કે, માર્કેટયાર્ડ ઊંઝા સાથે સંકળાયેલા સર્વે વેપારી – ખેડૂતભાઈઓને જણાવવાનું કે, મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસના 21 કેસ આવવાથી  હરાજીનું કામકાજ તા. 05.05.20 ના દિવસે માત્ર મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે જ ચાલુ રહેશે. ત્યારબાદ યાર્ડમાં હરાજીનું કામકાજ અનિશ્ચિત મુદત માટે બંધ રહેશે.