ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખે કોરોનાને મ્હાત આપી : 1 મહિનાની સારવાર બાદ ઘરે પરત ફર્યા

0
1478

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  માત્ર આમ આદમી જ નહીં પરંતુ નેતા થી લઈને અભિનેતાઓ પણ કોરોના ની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી કેટલાક કોરોના સામે જિંદગીનો જંગ હારી ગયા છે, જ્યારે કેટલાક મજબૂત મનોબળ ના લોકો કોરોના ને મ્હાત આપીને સ્વસ્થ બન્યા છે. ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ વિપુલભાઈ પટેલ પણ સતત એક મહિના સુધી કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઈ પરત ફરતા તેમના ટેકેદારોમાં આનંદની લાગણી છવાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ વિપુલભાઈ પટેલ ગત 22 ઓગસ્ટના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેથી ત્રણ દિવસ માટે તેઓ સ્વયંભૂ હોમ કોરેન્ટાઈન થયેલ પરંતુ ઓક્સિજન નું પ્રમાણ ઘટતા તેમને મહેસાણા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જ્યાં આઠ દિવસ સુધી તેમણે સારવાર મેળવી હતી અને ત્યારબાદ પણ તેમને તાવ અને કિડનીનું ઇન્ફેક્શન હતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પંદર દિવસ સુધી તેમની સારવાર લીધી હતી અને ત્યારબાદ સંપૂર્ણ સ્વસ્થ થતા ગત 22 સપ્ટેમ્બર ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

વિપુલભાઈ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારે તેમણે તરત જ આયુર્વેદે દર્શાવેલા ઉપચારો શરૂ કર્યા હતા જેમાં તેઓ ગરમ લીંબુ પાણી દરરોજ લેતા ઉપરાંત દૂધમાં હળદર તેમજ ઉકાળા નું પણ તેમને સેવન કરેલ. ઉપરાંત દરરોજ ગરમ પાણી નો નાસ લેવા ને પરિણામે તેમની તબિયતમાં ઘણી રાહત મળી હતી. કોરોના સામે જંગ જીતનાર વિપુલભાઈ પટેલ જણાવે છે કે જો મનોબળ મક્કમ હોય અને આયુર્વેદ તેમજ ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે નિયમિત સારવાર લેવામાં આવે તો ગમે તેવા રોગ સામે વ્યક્તિ જંગ જીતી શકે છે. વિપુલભાઈ પટેલ તેમના શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો છે