ઊંઝા : સુણક ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ, TDO દ્વારા તપાસ કમિટી રચાઈ

0
861
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :   ઊંઝા તાલુકાના સુણોક ગામે સરપંચ અને ઉપસરપંચ દ્રારા પંચાયત કચેરીના હોદ્દાની રુએ કથિત ભ્રષ્ટાચાર મામલે ગામના ખેતીવાડી ખાતાના નિવૃત કર્મચારી પહેલાદભાઈ નરોત્તમભાઈ પટેલે ગત પાંચ ઓક્ટોમ્બર સોમવારે બપોરે 12 વાગ્યે પ્રતીક ઉપવાસ પર બેસવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયુ હતુ અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે તટસ્થ તપાસ અંગેની તાલુકા વિકાસ અધિકારીએ ખાત્રી આપતા ઉપવાસ મુલતવી રખાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના સુણોક ગામે સરપંચ અને ઉપસરપંચ દ્રારા ગ્રામ પંચાયત કચેરી એ કરેલા વિકાસ કાર્યો મા ભ્રષ્ટાચારની બૂ આવતા ગામના જાગૃત નાગરિક એવા ખેતીવાડી ખાતાના નિવૃત કર્મચારી પહેલાદ ભાઈ નરોત્તમ ભાઈ પટેલ ગત સોમવારે12 વાગ્યે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. આ ઘટનાની જાણ તાલુકા વિકાસ અધિકારીને થતા તાલુકા પંચાયત ની એક ટીમને રૂબરૂ સ્થળ પર મોકલી તટસ્થ તપાસની ખાતરી આપતા અરજદાર એ ઉપવાસ મુલતવી રાખ્યા હતા. જોકે સરપંચ દ્વારા આ તમામ આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા હતા
જાગૃત નાગરિકે  ગ્રામ પંચાયત સામે કરેલ ભ્રષ્ટાચારના આક્ષેપો 
1 જાહેર રસ્તાપર થયેલ દબાણ
2 સરપંચના હોદ્દા નો દુરુપયોગ
3 મળતીયાઓ નામે સરપંચ અને ઉપસરપંચ દ્વારા બીલો બનાવી નાણાં ચાઉ.
4 માટીનું ગેરકાયદેસર ખનન 
5 સીસી રોડ અને ગામના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર
6 ગેરકાયદે ગામ વિકાસ કમિટીની રચના
7 નડતરરૂપ બાવળો ના નિકાલમાં ગેરરીતિ
તાલુકા વિકાસ અધિકારી શુ કહે છે ?
સુણોક ગ્રામપંચાયત કચેરી ના સરપંચ અને ઉપસરપંચ સામે થયેલ કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ તાલુકા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે આ અંગે તાલુકા પંચાયત કમિટી બનાવી તમામ મુદ્દાઓની ઝીણવટ પૂર્વક તપાસ કરી સમગ્ર તપાસ રીપોટ જિલ્લા વિકાસ અધિકારી ને આપવામાં આવશે