ઊંઝા : APMC ના વાઇસ ચેરમેન શા માટે જાહેર કાર્યક્રમોમાં દેખાતા નથી ? જાણીને લાગશે મોટો આંચકો

0
1705

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા ) : ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલ છેલ્લા ઘણા સમયથી એપીએમસીના કોઇ જાહેર કાર્યક્રમમાં નથી દેખાતા કે પછી એપીએમસીના જાહેર બેનરો માં ખાસ નથી જોવા મળતો તેમનો ફોટો જેને લઈને નગરજનોમાં અનેક તર્ક-વિતર્ક જાગ્યા છે.   

ત્યારે આપને જણાવી દઈએ કે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી તેઓ કોરોના સામે જંગ લડી રહ્યા છે. હાલમાં તેઓ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની તબિયત સુધારા પર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.     

ઊંઝા એપીએમસીના વાઇસ ચેરમેન શિવમભાઈ રાવલે 10 જુલાઇના રોજ સોશિયલ મીડિયા દ્વારા પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. ત્યારબાદ તેઓ સેલ્ફ કોરેન્ટાઈ થયા હતા. પરંતુ તબિયત સુધારા પર નહી આવતા છેવટે તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને તબિયત હાલ સુધારા પર છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી તેઓ કોઈપણ જાહેર કાર્યક્રમોમાં નાદુરસ્ત તબિયતને લીધે દેખાયા નથી. ટૂંક સમયમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે એવું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.