ઊંઝા : કામલી સીટ પર ત્રિપાંખીયો જંગ, અપક્ષનો દબદબો, ભાજપ માટે સીટ ગુમાવવાનો વારો

ઊંઝા : કામલી સીટ પર ત્રિપાંખીયો જંગ, અપક્ષનો દબદબો, ભાજપ માટે સીટ ગુમાવવાનો વારો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  ઊંઝામાં નગરપાલિકા ઉપરાંત ઊંઝા તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ બરાબરનો જંગ જામ્યો છે.ઊંઝા તાલુકા પંચાયતની કામલી સીટ પર ભાજપ માટે ખૂબ જ કપરા ચડાણ દેખાઈ રહ્યા છે. કારણ કે ઊંઝા તાલુકા પંચાયતની કામલી સીટ પર ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને ભારતીય જન સેવા મંચ યુવા સંગઠનના યુવા કન્વીનર મૌલિક પટેલે અપક્ષ મા ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે આ સીટ જીતવી લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ શકે છે.

ધારદાર રજૂઆત......નક્કર પરિણામ

અત્રે નોંધનીય છે કે ભારતીય જન સેવા મંચ એક યુવા સંગઠન છે. ભારતીય જન સેવા મંચ દ્વારા ઊંઝા તેમજ સમગ્ર ગુજરાતના યુવાઓના પ્રશ્નોને અને સ્થાનિક સમસ્યાઓને વાચા આપવામાં આવે છે. સિધ્ધપુર ખેરાલુ હાઈવે પર ખળી ચાર રસ્તા પાસે રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે ભારતીય જન સેવા મંચના યુવા કન્વીનર મૌલિક પટેલ ની આગેવાનીમાં ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઇ હાલમાં અહીં ઓવર બ્રીજનું નિર્માણ કાર્ય શરૂ છે. જોકે કામલી,જગન્નાથપુરા કહોડા,બીલીયા વિસ્તારના લોકોનું ખળી ચાર રસ્તા ઉપર રેલવે ઓવર બ્રિજ નું સ્વપ્ન ભારતીય જન સેવા મંચના પ્રયત્નોથી પૂર્ણ થયું છે.

અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર કોણ છે મૌલિક પટેલ ?

એટલું જ નહીં અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર મૌલિક પટેલ યુવા ચહેરો છે. જે યુવાઓની સમસ્યાને ખૂબ જ સારી રીતે સમજી શકે એમ છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોકે મોટાભાગે મત મળી ગયા પછી ભાગ્યે જ દેખાતા હોય છે. કામલી અને જગન્નાથપુરા તાલુકા પંચાયતની કામલી સીટના મતદાતાઓ માં પણ યુવા ચહેરાને લઈને ખુબ જ ઉત્સાહિત છે. કામલી ગામના ભાણેજ એવા મૌલિક પટેલ દ્વારા યુવાઓ કે જેઓ વર્ષોથી સરકારી નોકરી માટે સરકારના આટી ઘૂંટી વાળા નિર્ણયોને કારણે અટવાયેલા છે તેમના માટે પણ ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆતો કરાઈ છે. એટલું જ નહીં પરંતુ વિસ્તારના વિકાસ માટે તેમજ યુવાનોની સમસ્યા માટે હંમેશા અડીખમ રહેનાર મૌલિક પટેલ દ્વારા  અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા હવે ભાજપ કોંગ્રેસ માટે આ સીટ ગુમાવવાનો વારો આવી શકે છે.