ઊંઝાનાં MLA ડો.આશાબેન પટેલની મહેનત રંગ લાવી, રૂપાણી સરકારે આપી સરકારી સાયન્સ કૉલેજની ભેટ

0
58
Loading...

મોર્નિંગ ન્યુઝ ફોક્સ નેટવર્ક : 1 માર્ચ 2019 ના રોજ મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ઊંઝા તાલુકા માં વિજ્ઞાન પ્રવાહ ની સરકારી કોલેજ શરૃ કરવા અંગે ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દ્વારા જે તે સમયે રજૂઆત કરાઇ હતી એવા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જોકે આ સમાચારો પ્રસિદ્ધ થયાના પાંચ મહિના બાદ આજે સત્તાવાર ઊંઝા ને સરકારી સાયન્સ કોલેજ ફાળવી હોવાનાં સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. ઊંઝાના શિક્ષિત ધારાસભ્ય આશાબેન પટેલની રજૂઆત રંગ લાવી છે અને સરકારે ઊંઝા ને સરકારી સાયન્સ કોલેજ ફાળવી દીધી છે જેને લઇ સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે.

ડો.આશાબેન પટેલ દ્રારા 24 ફેબ્રુઆરીના રોજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા ને લેખિતમાં રજૂઆત કરાઈ હતી.ત્યારે આજે 20 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા  ઊંઝા ને  સરકારી સાયન્સ કોલેજ ફાળવી હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.જેનો શ્રેય ઊંઝા MLA ડો.આશાબેન ના ફાળે જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલ ઊંઝાના સૌથી શિક્ષિત ધારાસભ્ય છે જેમણે ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. જોકે તેમણે ઉંઝા વાસીઓને ચૂંટણી દરમિયાન પણ એ વાતની ખાતરી આપી હતી કે તેઓ ઊંઝાને સરકારી સાયન્સ કોલેજ અપાવીને જ રહેશે. જોકે સરકાર દ્વારા પણ આશાબેન ની આ રજૂઆતને સકારાત્મક રીતે ધ્યાને લઇ ઊંઝાને સરકારી સાયન્સ કોલેજ ફાળવી દીધી છે.

Loading...

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ઊંઝા તાલુકાના વિદ્યાર્થીઓ ને સાયન્સ ફેકલ્ટી માટે છેક પાટણ, મહેસાણા કે પછી પાલનપુર સુધી જવું પડે છે,જેમા વિધાર્થીઓ નો સમય અને નાણાં બન્ને વેડફાય છે.પણ હવે ઊંઝા ને કૉલેજ મળવા ના સમાચારો થી વિદ્યાર્થીઓ અને વાલીઓમાંમાં આનંદનું મોજું પ્રસર્યું છે.ભારતીય જનસેવા મંચ ના મૌલિક પટેલે જણાવ્યું કે ઊંઝા ને ઍક શિક્ષિત પ્રજા પ્રતિનિધિ મળ્યા છે.જેનો ફાયદો ચોક્ક્સ થી હવે ઊંઝા વિધાનસભા વિસ્તારને પ્રાપ્ત થશે. આશાબેન ના પ્રયત્નોથી ઊંઝા ને સરકારી સાયન્સ કોલેજ પ્રાપ્ત થઈ છે એ બદલ તેમણે આશાબેન નો આભાર વ્યક્ત કર્યો હતો.

Loading...