ઊંઝા મામલતદાર સાથેની બેઠક બાદ ઉનાવા ગામે ભરાનાર ઉર્સનો મેળો મોકૂફ રખાયો

0
491

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા તાલુકાના ઉનાવા ગામે મીરા દાતાર દરગાહ ટ્રસ્ટ દ્રારા દર વર્ષે ઉર્સનો મેળો ભરાય છે જેમા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉર્સના સમયે આવે છે ત્યારે આ વર્ષ કોરોનાની મહામારી ને લઈ સરકારના આદેશ અનુસાર મેળો મોકૂફ રખાયો છે.

ઉર્સના મેળા સંદર્ભ ઊંઝા મામલતદાર એ પી ઝાલા એ મીરા દાતાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી કોરોના મહમારીને પગલે ઉર્સનો મેળો બંધ રાખવા સમજુત કર્યા હતા. જેને લઈ હજરતઅલી મીરા સૈયદઅલી દાતાર ટ્રસ્ટ એ આ વર્ષ તા 18 સપ્ટેમ્બર 2020થી આગામી 20 સપ્ટેમ્બર 2020 સુધી ભરાતો ઉર્સનો મેળો મોકૂફ રાખવાની જાહેરાત કરી છે તેમ ઊંઝા મામલતદાર એ પી ઝાલા એ જણાવ્યુ હતુ.