વડનગર : MLA ડો.આશાબેન પટેલના હસ્તે બે નવીન ડામર રોડનું ખાતમુહૂર્ત કરાયું

0
873

મોર્નિંગ ન્યુઝ ફોકસ, વડનગર :  કોરોના જેવી વૈશ્વિક મહામારી ને કારણે lockdown દરમિયાન ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ દ્વારા પોતાના વિસ્તારમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. એટલું જ નહિ lockdown માં પણ તેમણે વિકાસ કાર્યોને સતત વેગ આપ્યો છે અને પોતે એક સક્રિય ધારાસભ્ય છે એ વાત એમણે પુરવાર કરી છે.

તાજેતરમાં ઊંઝાના સક્રિય ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ દ્વારા વડનગર તાલુકાના વાડલાપુરા થી જાસ્કા આશરે ૯૬.૦૦ લાખ અને છાબલિયા (લાફોરવાડી) થી આનંદપુર આશરે ૧૧૦.૦૦ લાખના બે નવીન ડામર રોડનું ખાત મુર્હત કરવામાં આવ્યું.આ બંને ગામના રોડ નિર્માણથી ગામલોકોને અવર-જવરમાં ઘણી સરળતા રહેશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.