વડોદરા : વહેલી સવારે મેમુ ટ્રેનના ત્રણ ડબ્બામાં લાગી આગ, અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા, જાણો વધુ

વડોદરા : વહેલી સવારે મેમુ ટ્રેનના ત્રણ ડબ્બામાં લાગી આગ, અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા, જાણો વધુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ વડોદરા : આજે વહેલી સવારે વડોદરા રેલવે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવા પાછળનું કારણ હજી સામે આવ્યું નથી. જોકે, ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે.આ દુર્ઘટનામાં હજી જાનહાનીનાં કોઇ સમાચાર સામે આવ્યાં નથી. આગની જાણ થતા પોલીસના કાફલો તથા રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પોલીસનાં જણાવ્યાં પ્રમાણે ટ્રેનનાં બંધ ડબ્બામાં આગ કઇ રીતે લાગી તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે. હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.આ આગ વહેલી સવારે છ વાગે લાગી હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની જહેમત બાદ જ આગ પર કાબુ મેળવાયો હતો.સદનસીબે આ ટ્રેન યાર્ડમાં બંધ હતી. જેના કારણે મોટી દૂર્ઘટના ટળી છે.